Ram Mandir Pran Pratishtha: રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થયા રામલલ્લા, લગભગ 4 કલાક સુધી ચાલી ધાર્મિક વિધિ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લા તેમના આસન પર બિરાજમાન થઈ ગયા છે. બુધવારે મોડી રાત્રે તેમની અચલ મૂર્તિ અયોધ્યા રામ મંદિરમાં પહોંચાડવામાં આવી હતી. આ માટે ધાર્મિકવિધિઓ ગુરુવારે બપોરે જ શરૂ કરી દેવામાં આવી હતી. આ ધાર્મિક વિધિઓ 4 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન મૂર્તિકાર યોગીરાજ અને ઘણા સંતો પણ રામ મંદિર ખાતે હાજર હતા.

સદીઓ બાદ જન્મસ્થાન પર બિરાજમાન થયા રામલલ્લા

એક રીતે જોઈએ તો સદીઓ બાદ રામ લલ્લા તેમના જન્મસ્થાન પર બિરાજમાન થયા છે, હવે 22મી જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ગુરુવારે જ્યારે રામલલ્લાની પ્રતિમાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી ત્યારે રામલલ્લાની મૂર્તિ કાપડથી ઢાંકેલી હતી, હવે રામલલ્લાની મૂર્તિને આસન પર બિરાજમાન કરી દેવામાં આવી છે.

રામલલ્લાએ કર્યું મંદિર પરિસરમાં ભ્રમણ

આ પહેલા બુધવારે રામલલ્લાની ચાંદીની પ્રતિમાને રામ મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી. પહેલા રામલલ્લાની અચલ મૂર્તિને જન્મભૂમિ પરિસરમાં ભ્રમણ કરાવાની યોજના હતા, પરંતુ સુરક્ષાના કારણે અને મૂર્તિનું વજન વધુ હોવાને કારણે પરિસર ભ્રમણની વિધિ રામલલ્લાની નાની ચાંદીની પ્રતિમાથી પૂર્ણ કરવામાં આવી હતી.

એન્જિનિયરો અને સુરક્ષાકર્મીઓએ પ્રતિમા પર કરી પુષ્પવર્ષા

આ દરમિયાન મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યો હતો. આચાર્યો અને મંદિર નિર્માણમાં લાગેલા એન્જિનિયરો અને સુરક્ષાકર્મીઓએ પ્રતિમા પર પુષ્પવર્ષા કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT