યુવાનોને બચાવવા MLA હીરા સોલંકીએ જીવ જોખમમાં મુકી દરિયામાં માર્યો ભુસ્કોઃ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ અમરેલીના રાજુલાના પટવા ગામની ખાડીમાં 4 યુવાનો અચાનક પાણીમાં તણાઈ જતા ડૂબવા લાગ્યા હતા. આ યુવાનો ત્યાં ડૂબી રહ્યા હતા ત્યારે તેમનો જીવ બચાવવા માટે ધારાસભ્ય હીરા સોલંકી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અહીં સ્થાનીકો પણ દોડી આવ્યા હતા. જીવની ચિંતા કર્યા વગર ધારાસભ્ય હીરા સોલંકીએ દરિયામાં કુદકો લગાવી દીધો હતો. આ સાથે અન્ય તરવૈયાઓની ટીમ પણ તેમની સાથે દરિયામાં કુદી પડી હતી.

ત્રણ યુવાનોનો બચાવ, હજુ એક લાપતા
અમરેલીના રાજુલા ખાતે આવેલા પટવાગામની ખાડીમાં 4 યુવાનો ન્હાવા ગયા હતા. દરમિયાન તેઓ પાણીમાં ખેંચાઈ ગયા હતા. પાણીમાં તેઓ ડૂબવા લાગતા સ્થાનીકો અને ધારાસભ્ય હીરા સોલંકી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બાઈક પર સવાર થઈ હીરા સોલંકી અહીં આવ્યા પછી દરિયામાં યુવાનોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. ધારાસભ્યએ ગામના દરિયા કિનારે પહોંચી તુરંત સ્થાનીકોને એક બોટ લેતા આવવા સૂચન કર્યું હતું. દરમિયાન ક્ષણ ભરનો વિચાર કર્યા વગર કે પોતાના જીવનો વિચાર કર્યા વગર હીરા સોલંકી દરિયામાં કુદી ગયા હતા. સાથે જ તરવૈયાઓની અન્ય ટીમ પણ કુદી પડી હતી. દરિયામાં દૂર દૂર સુધી ચારેય યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ત્રણ યુવાનોનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી હતી. જોકે 1 યુવાન હજુ પણ આ લખાય છે ત્યાં સુધી મળી આવ્યો નથી. તેને શોધવાની તજવીજ ચાલુ છે.

અમરેલીમાં રખડતા શ્વાનના ટોળાએ ખેતરમાં રમી રહેલા 3 વર્ષના માસુમને ફાડી ખાધો

ઉલ્લેખનીય છે કે દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે જેથી લોકોને સાવધાનીના કારણે દ્વારકાના શિવરાજપુર બીચ પર તથા દીવના બીચ પર દરિયામાં ન્હાવા પડવાની મનાઈ છે. દરિયામાં કરંટ હોવા છતા યુવાનો પાણીમાં કૂદી પડ્યા હતા. અત્રે હીરા સોલંકી વધુ એક વખત લોકોને જરૂરિયાતના સમયે દોડી આવ્યા હતા.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp

    ADVERTISEMENT