રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, જ્ઞાતિ મુદ્દે ટીપ્પણી થતાં નોંધાઈ ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ:  મારવાડી કોલેજ ફરીથી એક વાર વિવાદના વંટોળે ચડી છે. આ વખતે વિવાદનું કારણ જ્ઞાતિ છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરનારા વિદ્યાર્થીને ચાર જેટલા વિદ્યાર્થીઓએ જ્ઞાતિ વિશે હડધૂત કરી ઢોરમાર માર્યો હતો. ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકમાં ચાર જેટલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટના બાદ કોલેજની બહાર ચારેય વિદ્યાર્થીએ ઢોરમાર મારીને પીડિત વિદ્યાર્થીને બેભાન કર્યો હતો. જેને લઈ  વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીને માર મારનાર ચારેય વિદ્યાર્થી વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવમાં આવી છે.

પોલીસ ફરિયાદ નોંધાઈ
આરોપી વિદ્યાર્થીઓ છેલ્લા થોડા માસથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના ફ્રી-શિપ કાર્ડ સહિત જ્ઞાતિના મુદ્દે વિવિધ મજાક ઉડાવતા હતા. તેમજ ફ્રી-શિપ કાર્ડ વિના કોલેજમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની અભ્યાસ કરવાની હેસિયત ન હોવાનું કહી ઢોરમાર માર્યો હતો.   સાથે જ જ્ઞાતિ વિશે વિવિધ વાતો કહી કહીને હડધૂત કરતા હતા. હાલ આ 4 વિદ્યાર્થી સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી સમગ્ર કેસની તપાસ ચાલુ કરવામાં આવી છે.

ADVERTISEMENT

યુનિવર્સિટી શિક્ષાત્મક પગલાં લેશે
પીડિત  આઈટી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.  તેમણે શુક્રવારની રાતે સુજલ નારોડિયા, નંદકુમાર ગામી તેમજ બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. સુજલ અને નંદકુમાર તેના ક્લાસમાં અભ્યાસ કરે છે. ફરિયાદ અનુસાર, છ મહિના પહેલા પણ તેમણે દર્શિત સાથે જગડો થયો હતો.

ગાંધીનગર નેશનલ ગેમ્સમાં રમવા ગયેલી સુરતની 17 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, ગર્ભ રહેતા ફૂટ્યો ભાંડો

ADVERTISEMENT

બીજી તરફ મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું કે, કોલેજ બહાર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. પરંતુ ચારેય વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો યુનિવર્સિટી શિક્ષાત્મક પગલાં લઈ શકે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT