રાજકોટ પશ્ચિમ બેઠકની સેન્સ પ્રક્રિયામાં રૂપાણીનું જ લિસ્ટમાં નામ નહીં, જાણો કોણ કોણ આવ્યું દાવેદારીમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહીં સેન્સ પ્રક્રિયા ડો. કિરીટ સોલંકી, ભરત બારોટ અને વંદનાબેન મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે આ પ્રક્રિયા દરમિયાન સૌથી ચોંકાવનારી માહિતી ત્યારે સામે આવી જ્યારે રાજકોટ પશ્ચિમની બેઠક પર વિજય રુપાણીનું લિસ્ટમાં નામ જ ન હતું. જોકે સમર્થકો વિજય રુપાણીનું નામ મુકશે તેવી માહિતી મળી રહી છે. હાલની વાત કરીએ તો વિધાનસભા બેઠક 69માં શહેર ભાજપ પ્રમુખ, ડે. મેયર, પૂર્વ મેયર અને સંઘના નેતાઓ દાવો કરશે. હાલ અહીં આનંદ અને આક્રોશ બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત એ છે કે આ બધા પૈકી જેમને ટિકિટ મળશે ત્યારે શું થશે.

દાવેદારોમાં જાણિતા નામો
પહેલા આપણે વાત કરીએ તો રાજકોટની દક્ષિણ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પટેલ, પૂર્વ મેયર ધનસુખ ભંડેરી, ભાજપના અગ્રણી ઉદય કાનગડ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, પૂર્વ સ્ટેંડિંગ કમિટિના ચેરમેન નરેન્દ્ર સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વી પી વૈષ્ણવ, બિઝનેસમેન જયંતિ સરધારા, વિનુ ધવા, પૂર્વ કોર્પોરેટર સંજય ધવા, રમેશ ધવા અને નીતિન રામાણીએ દાવો રજૂ કર્યો છે. આ ઉપરાંત રાજકોટની ગ્રામ્ય બેઠક પર ધારાસભ્ય લાખા સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય મોહન દાફડા, જિલ્લા ભાજપ નેતા ગિરીશ પરમાર અને તાલુકા ભાજપના નેતા મનોજ રાઠોડ દ્વારા દાવેદારી રજૂ કરવામાં આવી છે.

રૂપાણીની બેઠક પર વકીલ અનિલ દેસાઈએ કરી દાવેદારી
આ ઉપરાંત જેતપુર-જામકંડોરણા બેઠક પર પ્રબળ દાવેદારોમાં મંત્રી જયેશ રાદડિયા, જસુમતીબેન કોરાટ, જનક ડોબરિયા, પ્રતિપાલસિંહ જાડેજા, પી જી ક્યાડા અને મનસુખ ખાચરિયાએ દાવેદારી કરી છે. ઉલ્લેખનીય છે કે વિજય રુપાણીની બેઠક પર એડવોકેટ અનિલ દેસાઈએ દાવેદારી રજૂ કરી છે. તેમનું કહેવું હતું કે, હું તો જનસંઘથી કાર્યકર છું, પાર્ટી જેને ટિકિટ આપે તેને જીતાડવાના છે અને તે જ અમારો સંકલ્પ છે. લોકશાહી ઢબે ટિકિટ માગવાનો અધિકાર છે તેથી ટિકિટ માગી છે. અમે કમળને વિજય બનાવીશું. ઉલ્લેખનીય છે કે વિજય રુપાણીને ભાજપે હાલમાં જ પંજાબના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી પણ સોંપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમની બેઠક પર સમર્થકો પહેલું નામ વિજય રુપાણીનું મુકવાના છે અને બીજું નામ નીતિન ભારદ્વાજનું, જોકે રૂપાણી પહેલા જ કહી ચુક્યા છે કે, પાર્ટી આદેશ કરશે તો જ ચૂંટણી લડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT