Video: રાજકોટમાં રિવોલ્વર, સામ સામે ફાઈટિંગનો ફુલ ફિલ્મી સીન, વેપારી-સરપંચનું સમાધાન થતા FIR નહીં
રાજકોટઃ ગુજરાતમાં દર થોડા દિવસોમાં એવી તો કોઈ ઘટના સામે આવે કે જેમાં ઘાતક હથિયાર જોવા મળ્યું હોય. આવી જ એક ઘટના કે જેમાં કોઈ…
ADVERTISEMENT
રાજકોટઃ ગુજરાતમાં દર થોડા દિવસોમાં એવી તો કોઈ ઘટના સામે આવે કે જેમાં ઘાતક હથિયાર જોવા મળ્યું હોય. આવી જ એક ઘટના કે જેમાં કોઈ ફિલ્મી ફાઈટ સીનથી ઓછી ન્હોતી. આ ઘટના રાજકોટમાં બની છે. રાજકોટમાં જેતપુર પ્રેમગઢ ગામના સરપંચ અને એક વેપારી વચ્ચેના આ ઝઘડામાં છૂટા હાથની ફાઈટિંગ છે, રિવોલ્વર છે, ધમકીના તેવર છે. આ ઘટનાના અંતે બંને વચ્ચે સમાધાન થતા પોલીસ ફરિયાદ ન થઈ હોવાની જાણકારી સામે આવી છે.
ધંધામાં જીએસટીને લઈ થઈ માથાકુટ
રાજકોટમાં જેતપુરના પ્રેમગઢ ગામનો સરપંચ વિરલ ઠોલીયા અને સાધુવાસવાણી રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં એક વેપારી વચ્ચે માથાકૂટ થઈ ગઈ હતી. ધંધામાં જીએસટીના મામલાને લઈને આ માથાકુટ થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ મામલામાં સરપંચે વેપારીને અને વેપારીએ સરપંચને સામ સામે મેથીપાક ચખાડ્યો હતો. જોકે બંને વચ્ચેની ફાઈટિંગમાં અચાનક ત્રીજો પડે છે અને બાદમાં સમગ્ર મામલો વધુ ગંભીર બને છે.
મુસ્લિમ ગર્લફ્રેન્ડની હત્યા કરીને દાટી દેવાની હિન્દુ યુવકે સુરત રેન્જ IGને કરી ફરિયાદ
પોલીસ સુધી પહોંચ્યા સીસીટીવી
આ મામલામાં સરપંચ વિરલ ઠોલીયાએ ઝઘડા વચ્ચે અચાનક રિવોલ્વર કાઢી હતી અને ત્યાં ફાઈટ પુરી થઈ ગઈ હતી. જોકે આ ઘટનાને લઈને બંને વચ્ચે બાદમાં સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેસ સામે આવી ગયા છે અને તેને લઈને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સવાલો કરવામાં આવશે.
ADVERTISEMENT
(ઈનપુટ, નિલેશ શિશાંગિયા, રાજકોટ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT