રાજકોટઃ રીબડા ચોકડી પર રાજકારણ બન્યું હિંસાત્મક, પાટીદાર યુવકને માર માર્યાની વાત પછી દંગલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ સોશિયલ મીડિયા ઉપર રીબડા ગામે માથાકૂટ થયાના અહેવાલો સતત વાયરલ થઈ રહ્યા છે. જે બાબતે રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી જણાવકારી મળી રહી છે કે મેસેજ વાયરલ થતા રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા. તાત્કાલીક પગલા લેવામાં આવ્યા છે લોકોને ત્યાંથી વિખેરી નાખવામાં આવ્યા હોવાનુ કહેવાય છે. કોઈ અનિચ્છનિય બનાવ હાલ તો બન્યાના અહેવાલ નથી પરંતુ આગામી સમયમાં તેની શક્યતાઓ નકારી શકાય તેમ ન હોવાથી સતત પોલીસનો કાફલો અહીં હાજર છે. કોઈએ ખોટી અફવાઓમાં નહીં આવવા પોલીસ વિભાગ તરફથી જાણ કરવામાં આવી છે.

પોલીસ ન હોત તો ન થવાનું થાતઃ અનિરુદ્ધસિંહ
અનિરુદ્ધસિંહ જાડેજાએ આ અંગે કહ્યું કે, ઈરાદાપૂર્વક જયરાજ જાડેજા દ્વારા અફવા ઉડાવવામાં આવી અને પટેલોમાં ગેરસમજ ઊભું કરીને અમારી વિરુદ્ધનું વાતાવરણ સર્જાય તે માટેની અફવાઓ ઉડાવાઈ હતી. જયરાજ જાડેજાએ અમારા સ્વમાન પર ઘા કર્યો હતો અને અમે તેની સામે પડ્યા હતા. અત્યારે જે કાંઈ કરી રહ્યો છે તે જયરાજ પોતે કરી રહ્યો છે. મારા ઘર ઉપર અત્યારે 40-50 ગાડીઓ લઈ માણસો મોકલ્યા હતા. અને પટેલોમાં ગેરસમજ ઊભી કરી હતી કે રિબડામાં મેં કે મારા પરિવાર કે ગામના દરબારના છોકરાઓએ પાટીદારને માર્યાનો દાખલો નથી. પણ મારી પાસે પુરાવા છે કે ગામમાં કેટલી ગાડીઓ આવી હતી. જો ગોંડલ તાલુકાના પીએસઆઈ અને તેમનો સ્ટાફ ન હોત તો ન બનવાનું બની જાત.

ADVERTISEMENT

શું માથાકુટ હતી
અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, માથાકુટ કરવા બહારથી માણસો આવ્યા હતા. સાપર વેરાવળથી માણસો આવ્યા હતા અને રીબડાના કેટલાક અસંતોષીઓ હશે જે જયરાજના કહેવાથી. જયરાજ જેમની સાથે વાડીએ બોલાવી મીટિંગ કરતો હતો તે આવ્યા હશે. હું જ્યારે ત્યાં ગયો ત્યારે ઘણા બધા ગાડીઓ લઈને ભાગવા લાગ્યા અને પોલીસ આવી ગઈ હતી. પોલીસ લાકડી લઈને નીચે ઉતરી એટલે ભાગાભાગી થઈ, પોલીસે કેટલાકને પકડીને બેસાડી દીધા હતા તે શાપર વેરાવળના હતા. જયેશ પટેલ નામના વ્યક્તિને મારવાની વાત મળી છે પણ જયેશ પાસે જો કોઈએ માર્યો હોય, મેં કે મારા પુત્ર કે ગામના દરબારે માર્યો હોય તેવો પુરાવા હોય તો આપે. પટેલ યુવકને રિબડામાં માર માર્યો હોવાના મેસેજ તદ્દન ખોટા છે.

    follow whatsapp

    ADVERTISEMENT