રાજકોટમાં સાળા-બનેવીની 23 લાખની સિરપ જપ્ત, સોડામાં બે ઢાંકણા સિરપ મિક્સ કરી નશા કરાવાતો
રાજકોટ: શહેરમાં સાળા-બનેવીની જોડીએ લોકોને નશાની ટેવ પાડતા હોય તેમ નશાકારક સિપરનું વેચાણ કરતા હતા. આ મામલે બાતમી મળતા SOGની ટીમે રૈયા રોડ પર એક…
ADVERTISEMENT
રાજકોટ: શહેરમાં સાળા-બનેવીની જોડીએ લોકોને નશાની ટેવ પાડતા હોય તેમ નશાકારક સિપરનું વેચાણ કરતા હતા. આ મામલે બાતમી મળતા SOGની ટીમે રૈયા રોડ પર એક મકાનમાં દરોડા પાડીને નશાકારક કફ સિરપની બોટલોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. મકાનમાંથી 13 હજારથી વધુ કફ સિરપની બોટલો મળી હતી જેની કિંમત 23 લાખથી પણ વધુ થાય છે. આ બોટલમાંથી બે-બે ઢાંકણા સિરપ સોડામાં મિક્સ કરીને લોકોને નશો કરાવાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મકાનમાંથી 13 હજારથી વધુ કફ સિરપ મળી
રાજકોટમાં રૈયા રોડ પર એક મકાનમાં નશાકારક કફ સિરપની બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડ્યા હતા. મિતેશ નામના આરોપીની પૂછપરછમાં આ જથ્થો કચ્છથી સમીર ગોસ્વામી નામનો યુવક મોકલતો હોવાનો ખુલાસો થયો હતો. મિતેશ બનેવી સમીરે મોકલેલી કફ સીરપ ગ્રાહકોને ડિલિવરી કરવાનું કામ કરતો હતો. આરોપી મિતેશ શેર દલાલી, જીએસટી એકાઉન્ટનું કામ કરતો અને બનેવીના કહેવાથી તેમના ગ્રાહકોને કફ સિરપની બોટલો આપવા જતો.
બે ઢાંકણા સિરપ સોડામાં ઉમેરી નશો કરાવાતો
પોલીસ મુજબ, આ કફ સીરપની બોટલ ખૂબ જ નશો કરાવે તેમ છે. આનું સેવન કરનારા લોકો બે ઢાંકણા સિરપમાં સોડા ઉમેરીને તેનો નશો કરે છે. સિરપમાં કોડીન ફોસ્ફેરટનું પ્રમાણ વધું હોય છે જે અફીણના રસમાંથી બનાવાય છે. સિરપ બનાવતી કંપની પણ ડ્રગ્સ લાઈસન્સ અને જીએસટી ધરાવતી ફાર્મા પેઢીને જ આવી સિરપનું વેચાણ કરે છે. ત્યારે સમીર પાસે આટલા મોટા પ્રમાણમાં જથ્થો કેવી રીતે આવ્યા તે પણ તપાસનો વિષય છે. પોલીસ મુજબ સાળો-બનેવી 3 મહિનાથી રાજકોટમાં લોકોને આ રીતે નશાના રવાડે ચડાવતા હતા. આટલું જ નહીં ગાંધીધામમાં પણ બનેવી આ કફ સિરપનું વેચાણ કરતો. હાલમાં આરોપીને પકડીને પોલીસે NDPS હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT