રાજકોટ પોલીસનો સફાયો, હિસ્ટ્રીશીટર બુટલેગર ફિરોજ હાસમ સંધિને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: રાજ્યમાં પોલીસ હવે ગુનેગારોને ખૂણે ખાચરેથી શોધી રહી છે. અને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. આ દરમિયાન રાજકોટ પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી છે.  રાજકોટના નામચીન બુટલેગર ફીરોઝ હાસમ સંધીને પિસ્તોલ સાથે ટંકારામાંથી પોલીસએ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા પોલીસએ બુટલેગર ફીરોઝ હાસમ સંધી ને ઝડપી પાડ્યો હતો.

રાજયનું ગૃહ વિભાગ એકશન મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ  એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન પોલીસકર્મીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટનો નામચીન બુટલેગર ફીરોઝ હાસમ સંધી હથિયાર સાથે સરાયા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલો છે. જે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ, પડધરી પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુના તળે ચોપડે ચડી ચૂક્યો છે. હાલ પોલીસ મથકમાથી ફરાર છે. ત્યારે  બાતમીને આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પડ્યા હતા. જ્યાં આરોપી ફિરોઝ મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં પિસ્તોલ મળી આવી
પોલીસ તપાસમાં તેની પાસેથી રૂપિયા 10000 કિમતની દેશી બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ, રૂપિયા 400ની કિમતના ચાર નંગ જીવતા કાર્ટીસ, રૂપિયા 500 ની કિમતનું ખાલી મેગ્જીન, રૂપિયા 10000નો કિમતનો મોબાઈલ ફોન, રૂપિયા 500નો કિમતના એક ડોંગલ સહિત કુલ રૂપિયા 21400 મુદામાલ સાથે મળી આવ્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: પેપર લીક મામલે ભાજપના નેતા થયા નારાજ, પત્રમાં વ્યથા ઠાલવી ધરી દીધું રાજીનામું

અનેક પોલીસ સ્ટેશનમાં ગુના છે દાખલ
નામચીન બુટલેગર અને હિસ્ટ્રીશીટર ફિરોઝ છેલ્લા વીસેક વર્ષથી પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકયાળેલ છે. તે રાજકોટ શહેરના ગ્રાંધીગ્રામ, કુવાડવા, થોરાળા, એરપોર્ટ, બી ડીવીજન, ડી.સી.બી. પોલીસ મથક તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધીકા, જસદણ, પડધરી, ગોંડલ, કોટડા સાંગાણી, શાપર વેરાવળ, તથા મોરબી જિલ્લાના વાંકાનેર સીટી, વાંકાનેર તાલુકા, ટંકારા, મોરબી તાલુકા, તેમજ સાબરકાંઠાજિલ્લાના હીંમતનગર, તથા મધ્ય પ્રદેશ રાજયમાં પણ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં તેમજ પાંચેક વખત પાસામાં પકડાઇ ચૂક્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT