Rajkot News: મહિલા કોન્સ્ટેબલે કરી લીધો આપઘાત, યુવાન પોલીસકર્મી કેમ હતાશ?
woman constable suicide case: રાજકોટના પોલીસ કર્મચારીઓના આપઘાની ઘણી ઘટનાઓ અત્યાર સુધી બની ચુકી છે. નિશ્ચિત જ પોલીસ તંત્ર માટે આ ચિંતાનો વિષય હોવો જોઈએ.…
ADVERTISEMENT
woman constable suicide case: રાજકોટના પોલીસ કર્મચારીઓના આપઘાની ઘણી ઘટનાઓ અત્યાર સુધી બની ચુકી છે. નિશ્ચિત જ પોલીસ તંત્ર માટે આ ચિંતાનો વિષય હોવો જોઈએ. સાથે જ રાજ્ય સરકારના ગૃહ વિભાગ માટે પણ સતત રાજ્યમાં પોલીસ કર્મચારીઓના આપઘાતની ઘટનાઓને લઈને નિશ્ચિત જ તેના કારણો અને ઉકેલ પર ચર્ચા થવી જરૂરી બની છે. હાલમાં જેતપુર પોલીસ ક્વાર્ટરમાં એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ ફરી રાજકોટ પોલીસ બેડાને શોકમય કરી દીધો છે.
આટલી યુવાન વયે કઈ ગંભીર સમસ્યા કે કરવો પડ્યો આપઘાત?
રાજકોટનના જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલ દયાબેન શંભુભાઈ સરિયાએ ફાંસો ખાઈ લઈને જીવનનો અંત આણ્યો છે. મૂળ આમ તો દયાબેન જસદણના શિવરાજપુરના વતની હતા પરંતુ અહીં તેઓ નોકરીના ભાગ રૂપે રહેતા હતા. અહીં તેઓ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી પોતાની ફરજ નનિભાવી રહ્યા હતા. સાથે જ તેઓ અહીં નોકરી કરતા કરતા જેતપુરમાં પોલીસ લાઈનમાં તેમને અપાયેલા ક્વાર્ટરમાં રહેતા હતા. તેમણે આજે પોતાના જ ક્વાર્ટરમાં ફાંસો ખાઈ લીધો હતો.
Exclusive: PM મોદીને ભગવાન માની સુરતના વ્યક્તિએ હાથ પર નરેન્દ્ર મોદીની તસવીરનું ટૈટૂ કરાવ્યું
સમગ્ર ઘટનાને પગલે પોલીસ લાઈનમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. જોકે આટલી યુવાન વયે એવી તો કઈ સમસ્યા કે સમસ્યાઓ હોઈ શકે છે કે દયાબેનને નાસીપાસ થવું પડ્યું. તેમના આપઘાત પાછળનું કારણ હાલ તપાસવામાં આવી રહ્યું છે. જોકે પોલીસને કોઈ અંતિમ ચિઠ્ઠી કે કોઈ નક્કર પુરાવો હાથ લાગ્યો નથી કે જેના પરથી આપઘાત પાછળનું કારણ જાણી શકાય પરંતુ પોલીસે મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT