રાજકોટમાં શ્રાવણ પહેલા શિવજીના નંદીએ ચમચી ચમચી પાણી-દૂધ પીધાનો દાવો- લોકોની મંદિર ભણી દોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ આપણે ત્યાં આવી ઘટનાઓ ઘણી વખત સામે આવતી હોય છે જોકે તેને ચમત્કાર અને વિજ્ઞાનને લઈને હંમેશા ચર્ચાનો વિષય બનાવાયો છે. હાલમાં એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં શિવજીના વાહન નંદી દ્વારા પાણી અને દૂધ પીવામાં આવ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

શ્રાવણની શરૂઆત પહેલા જ બની ઘટના
હવે આગામી 18મી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, લોકોની મોટી મેદની શંકર ભગવાનના મંદિરે દૂધ, તલ, બીલી, પુષ્પ સહિત ઘણી બધી વસ્તુઓ લઈને પહોંચી જશે. જોકે શ્રાવણનો આ માહોલ બને તે પહેલા એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો રાજકોટનો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ હાલમાં ઉત્તર ભારતમાં તો શ્રાવણનો આજે પહેલો સોમવાર છે ત્યારે તેવા સંજોગોમાં આ વીડિયોમાં દાવો કરાયો છે કે શિવજીના નંદી દ્વારા દૂધ અને પાણી પીવામાં આવ્યું છે.

વીડિયો કયા મંદિરનો?
પ્રાપ્ત વિગતો અનુસાર આ વીડિયો રાજકોટના યાગરાજ નગરમાં આવેલા યોગેશ્વર મહાદેવ મંદિરનો હોવાનું કહેવાય છે. અહીં લોકો ચમચી ચમચી પાણી અને દૂધ નંદી સમક્ષ ધરી રહ્યા છે. વીડિયોમાં ચમચી પાણી કે દૂધ થોડી ક્ષણોમાં ચમચીમાંથી અદ્રશ્ય થઈ રહેલું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો અહીં દર્શાવાયો નથી. વીડિયોને અને તેની સાથે જોડાયેલી માન્યતાઓને લઈને અનેક તર્ક વિતર્ક હોઈ શકે છે. હાલમાં તો એટલું કહી શકાય છે કે જ્યારથી આ વાત લોકો સામે ફેલાતી રહી છે અહીં લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વાત એવી વાયુ વેગે પ્રસરી રહી છે કે ભક્તો અહીં નંદીને પાણી પીવડાવવા દોટ લગાવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT