રાજકોટમાં માતાને ભગાડી જનાર પ્રેમી સાથે દીકરાએ 5 વર્ષ બાદ લીધો ભયાનક બદલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટના થોરાળા વિસ્તારમાં ધોળા દિવસે લોહિયાળ ખેલ ખેલાયો છે. ગંજીવાડા પાસે મહાકાળી ચોકમાં યુવકની સરાજાહેર છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરી નખાચા ચકચાર મચી જવા પામી છે. જોકે હત્યા મામલે માહિતી મળી રહી છે કે માતાને ભગાડી જનારા તેના પ્રેમીની દીકરા અને તેના કાકાએ મળીને હત્યા કરી નાખી છે. સમગ્ર મામલો સામે આવતા થોરાળા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. હાલમાં એક આરોપી સકંજામાં આવી ગયો છે, જ્યારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.

સરાજાહેર માતાના પ્રેમીની દીકરાએ કરી હત્યા
વિગતો મુજબ, સોમવારે બપોરે મહાકાળી ચોક નજીક સલીમ ઓડિયા નામના યુવક પર બે શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો. જેમાં છાતીના ભાગે છરીના ઘા વાગતા સલીમનું સ્થળ પર જ મોત નિપજયું હતું. જોકે સ્થાનિકો ત્યાં આવીને આ અંગે પોલીસને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં હુમલો કરનારા બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

2018માં મૃતક આરોપીની માતાને ભગાડી ગયો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સલીમના મહિલા સાથે આડાસંબંધ હોવાથી 2018માં તેને ભગાડી ગયો હતો. તે વાતનો જ ખાર રાખીને મહિલાના પુત્ર અને કાકાએ સલીમને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસ હત્યાના બનાવના સીસીટીવી ફૂટેજ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આબીદ નામના એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે અને અન્ય ફરાર આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT