‘મને માફ કરજો…’ રાજકોટમાં દીકરાએ બીમાર માતાને ઝેર પીવડાવી પોતે પણ આપઘાત કરી લીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: શહેરમાં માતા અને દીકરાના આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરાએ પહેલા બીમાર માતાને ઝેર પીવડાવ્યું અને બાદમાં પોતે પણ ઝેર પીને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો. જે સામે આવ્યો છે. હાલમાં પોલીસે આ વીડિયોના આધારે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

માતાને ઝેર પીવડાવી દીકરાએ પણ આપઘાત કર્યો
વિગતો મુજબ, રાજકોટના કોઠારિયા રોડ નજીક ઘનશ્યામ નગરમાં 80 વર્ષના બીમાર અમીબેન લિંગડિયા પોતાના પુત્ર સાથે રહેતા હતા. દરમિયાન દીકરા સિકંદરે પોતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી સાથે જ બીમાર માતાને પણ ઝેર પીવડાવી દેતા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન મા-દીકરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી અને પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ સાથે જ પોલીસને એક વીડિયો પણ મળ્યો હતો. જેમાં મૃતક યુવક કહી રહ્યો છે કે, કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો.’

મૃતક વૃદ્ધ માતાની તસવીર
મૃતક વૃદ્ધ માતાની તસવીર

વીડિયોમાં શું કહે છે યુવક?
સિકંદરે બનાવેલા વીડિયોમાં તે બોલી રહ્યો છે કે, રેશ્મા હું તારો ભાઈ, હું જાઉં છું બેન મને માફ કરજે હું બાને સાથે લેતો જાઉં છું. અમે મા-દીકરો હવે જીવી શકીએ એમ નથી. હું કોઈ માટે કાંઈ કરી શક્યો નથી, મને માફ કરજો. બધાય મારા ભાઈ અને ભત્રીજીઓ હું કોઈની માટે કાંઈ કરી શક્યો નથી. મારી માને એકલા મૂકીને જઈ શકું એમ નથી, એમનું ધ્યાન કોણ રાખશે એટલે તેમને પણ સાથે લેતો જાઉં છું.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT