રાજકોટમાં ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગયેલી ફોર્ચ્યુનર 3 કિમી સુધી ઢસકાઈ, યુવક મૃત હાલતમાં મળ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી નજીક ફોર્ચ્ચુનર કાર ટ્રકની પાછળ ઘુસી જતા ગેમ ઝોનના માલિકનું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલકને જાણ ન હોવાથી 3 કિલોમીટર સુધી ફોર્ચ્યુનર કાર પાછળ ઢસડાઈ હતી. જે બાદ અકસ્માતની જાણ થતા ટ્રક ચાલકે ટ્રકને રોક્યો હતો અને 108ને ફોન કરીને જાણ કરી હતી.

રાત્રે નાસ્તો કરવા નીકળ્યો હતો યુવક
વિગતો મુજબ, રાજકોટના વાવડી ગામ રહેતા અને નોકઆઉટ ગેમ ઝોન ચલાવતા પુષ્પરાજસિંહ જાડેજા નામનો યુવક ફોર્ચ્યુનર કાર લઈને રાજકોટથી જામનગર હાઈવે પર હોટલમાં નાસ્તો કરવા જઈ રહ્યો હતો. દરમિયાન આગળ ટ્રકે અચાનક બ્રેક મારતા પૂરપાટ જતી ફોર્ચ્યુનર કાર તેમાં ઘુસી ગઈ હતી. જોકે ચાલકને અકસ્માતની જાણ ન હોવાથી તેણે ટ્રક હંકારી મૂકી અને ફોર્ચ્યુનર કાર સાથે સાથે 3 કિલોમીટર સુધી ઢસડાતી રહી. આખરે અકસ્માતની જાણ થતા ચાલકે ટ્રક રોક્યો હતો.

3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
આ બાદ ચાલકે 108ને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. જે બાદ 108ના સ્ટાફે તપાસ કરતા યુવકને મૃત જાહેર કરાયો હતો. ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ બહેનોના એકના એક ભાઈનું નિધન થઈ જતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT