Rajkot: જેતલસરની નિર્ભયાકાંડ જેવી ઘટનામાં કોર્ટ આજે સંભળાવશે સજા, દોષિતને ફાંસી જ આપવા પરિવારની માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot: જેતલસર ગામના ચકચારી સગીરા હત્યા કેસનો આજે ચુકાદો આવવાનો છે. જેતલસરની સગીરાના હત્યારાને આજે સજાની જાહેરાત થશે.ત્યારે સગીરાના હત્યારાને ફાંસીની સજા થાય તે માટે મૃતક સગીરાની માતાએ માગ કરી છે. સાથે જ વકીલે પણ આરોપીને ફાંસીની સજા મળે તે માટે કોર્ટમાં કડક દલીલો કરી હતી.

આ સગીરાના હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ત્યારબાદ આ કેસની તપાસ માટે સ્પેશિયલ સીટની રચના કરવામાં આવી હતી . બે વર્ષ ચાલેલ આ કેસમાં સાહેદોને તપસ્યા બાદ આજે સેશન્સ કોર્ટના જજે આરોપીને તમામ કલમો હેઠળ દોષિત જાહેર કરી 13 તારીખે આજીવન અથવા ફાંસીની સજા કોર્ટ સંભળાવી શકે છે. સાથે જ સગીરાના પરિવાર જનોએ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે.

જયેશ એક તરફી પ્રેમમાં પાગલ હતો
સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ અને ચુકાદાના સૌ કોઈ ઇંતજાર કરતા હતા તે જેતલસરની ગામની સગીરાના હત્યા કેસમાં જેતપુર ની સેશન્સ કોર્ટમાં મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. ચુકાદો આવે ત્યાં સુધી ફરિયાદ પક્ષના સમર્થકોથી કોર્ટ અને કોર્ટ બહાર લોકો ખીચોખીખ ભરેલ હતો. જેમાં જજે આરોપીને દોષિત જાહેર કરીને સજા પર 13 માર્ચે પર સજા જાહેર કરી કરી શકે છે. જેતલસર ગામમાં રહેતો આરોપી જયેશ સરવૈયા નામના યુવાન સગીરાને એક તરફી પ્રેમમાં પાગલ હતો, જેમાં ગત 16 માર્ચ 2021 ના રોજ બોપરના સમયે સગીરાને એક બે નહિ, પરંતુ છરીના 34 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો: Ahemdabad: પ્રેમ લગ્ન અને બે સંતાન બાદ પતિએ રાખ્યા બીજે સબંધ કહ્યું, સારી રીતે રહેવું હોય તો તારા માતા-પિતાના ઘરેથી દહેજ લઇ આવ

જાણો શું હતી ઘટના
જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ભર બપોરે સગીરા અને તેનો ભાઈ ઘરે એકલા હતા, ત્યારે છરી વડે કરેલ હુમલો કર્યો હતો. ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. સાથે જ તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ છરીના પાંચ જેટલા ઘાં ઝીંકવામાં આવ્યા હતા. જ્યારે તેના નાના ભાઈને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બેચરાજી, ડીસા સહિતના શહેરોમાં તંત્રને આવેદનપત્ર આપી સગીરા હત્યા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે માંગણી પણ કરવામાં આવી હતી. જે તે સમયે કોંગ્રેસમાં રહેલા હાર્દિક પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ જે તે સમયે ગુજરાત કેબિનેટમાં મંત્રી પદે રહેલા અને હાલ જેતપુરના ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પણ ગૃહ મંત્રી સહિતનાઓને આરોપીને કડકમાં કડક સજા મળે તે પ્રકારે રજૂઆત કરી હતી. સત્તા પક્ષ- વિપક્ષના નેતાઓએ જેતલસર તરફની વાટ પકડી હતી અને સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT