રાજકોટમાં કેન્સરગ્રસ્ત પત્નીને સાથે લઈને ફૂડ ડિલિવરી માટે જાય છે પતિ, રડાવી દેશે આ લવ સ્ટોરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: કોઈને પ્રેમ કરવો તો સરળ છે, પરંતુ જીંદગીના અંતિમ શ્વાસ સુધી એ પ્રેમ નીભાવવો એ સાચો પ્રેમ છે. રાજકોટમાં એક દંપતીની અનોખી પ્રેમ કહાણી હાલમાં લોકોને ભાવુક કરી રહી છે. સમાજના બંધનો તોડીને અનેક પડકારો બાદ એક થયેલા પતિ-પત્ની પર સુખેથી જીવન જીવી રહ્યા હતા અને અચાનક કેન્સર રૂપી દાનવ આવ્યો અને તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. જોકે કપરી સ્થિતિમાં પતિ-પત્ની એકબીજાનો સહારો બન્યા છે. કેન્સરગ્રસ્ત પત્ની ઘરે બેઠા કંટાળે નહીં અને ડિપ્રેશનમાં ન સરી પડે તે માટે પતિ બાઈક પર ફૂડ ડિલિવરી માટે જાય ત્યારે તેને પણ સાથે લઈ જાય છે.

1989માં પ્રેમ થયો પણ જ્ઞાતિ અલગ હોવાથી લગ્ન ન થઈ શક્યા
રાજકોટમાં રહેતા કેતનને 1989માં સોનલ સાથે પ્રેમ થયો હતો. બંનેની જ્ઞાતિ અલગ હોવાના કારણે બંનેના પરિવારે તેમના અલગ જગ્યાએ લગ્ન કરી દીધા હતા. જોકે લગ્ન બાદ સોનલનો પતિ તેને ખૂબ ત્રાસ આપતો અને મારપીટ કરતો હતો એવામાં તેને બે વખત મીસ કેરેજ થઈ ગયું. કેતનને પણ તેની પત્ની સાથે ફાવતું નહોતું, એવામાં બંનેએ છૂટાછેડા લઈ લીધા. ફરી એકવાર કેતન અને સોનલ એકબીજાના સંપર્કમાં આવ્યા અને 2007માં તેમણે લગ્ન કરી લીધા.

ADVERTISEMENT

7 મહિના પહેલા થયું કેન્સર
જોકે ફરી સોનલનો જૂનો પતિ તેને ફોસલાવીને પોતાની સાથે રહેવા લઈ ગયો એવામાં કેતનભાઈએ સોનલના વિરહમાં અઢી વર્ષ સુધી અનાજનો ત્યાગ કરી દીધો. પરંતુ ફરી બંને એક થયા અને સુખેથી જીવન જીવી રહ્યા હતા. કેતનની સાથે સોનલ પણ ફૂડ ડિલિવરીનું કામ કરતી અને પતિ-પત્ની મહેતનથી રોજીરોટી કમાતા અને સાથે જીવતા હતા. જોકે 7 મહિના પહેલા અચાનક સોનલને છાતીમાં દુઃખાવો ઉપડ્યો.

કેમ સોનલને સાથે લઈને ફૂડ ડિલિવરી માટે જાય છે કેતન?
હોસ્પિટલમાં જઈને તપાસ કરાવાતા સોનલને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું સામે આવ્યું. આટલું સાંભળતા જ કેતનના પગ નીચેથી જમીન સરકી ગઈ. હાલમાં સોલનની કેન્સરની સારવાર ચાલી રહી છે અને કિમોથેરાપીના 8 ડોઝ લીધા છે. સોનલ ઘરે બેઠા કેન્સરના કારણે ડિપ્રેશનમાં ન સરી પડે ત માટે કેતન ફૂડ ડિલિવરી માટે જાય ત્યારે તેને પણ સાથે લઈને જાય છે. સોનલ હિંમત હારી જાય તો કેતન તેને હિંમત આપે અને આમ બંને પતિ-પત્ની એકબીજાનો સહારો બનીને જીવન પસાર કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT