‘માતાજીએ બધાને મારવાનું કહ્યું છે’, રાજકોટમાં પતિ છરી લઈને પરિવાર પર તૂટી પડ્યો, 3 માસની દીકરીનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: શહેરમાં ધુળેટીની પૂર્વ સંધ્યાએ જ લોહીયાળ જંગ ખેલાતા ચકચાર મચી જવા પામી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે જનતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે પિતાએ જ પરિવાજનો પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં 3 મહિનાની નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું છે, જ્યારે ચાર વર્ષના પુત્ર અને માતાને છરીના ઘા વાગતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતની ખબર, આવતીકાલથી નાફેડ 3 APMCમાં ડુંગળીની ખરીદી શરૂ કરશે

માનસિક અસ્થિર હતો પતિ
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના ઈન્દિરા નગર સર્કલ પાસેના જનતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 4.30 વાગ્યા આસપાસ પતિએ પત્ની તથે પોતાના બે સંતાનોને છરીના ઘા મારી દીધા હતા. જેમાં 3 માસની માસુમ બાળકીનું કમાકમાટીભર્યું મોત નિપજ્યું છે. આરોપી પતિ માનસિક અસ્થિર છે અને વાહનો સાફ કરવાનું કામ કરતો હતો. હુમલા બાદ હોસ્પિટલમાં રહેલી પત્નીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, નેપાળી પતિ માનસિક અસ્થિર છે. તેને ‘માતાજી’એ પરિવારના બધાને મારી નાખ એમ કહેતા છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો

ADVERTISEMENT

પોલીસે આરોપી પતિની કરી અટકાયત
એવામાં પોલીસ દ્વારા આરોપી પતિની હાલમાં અટકાયત કરી લેવામાં આવી છે. બીજી તરફ ત્રણ માસની બાળકીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી છે. જ્યારે પુત્ર અને માતાની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT