દેવાયત ખવડની ધરપકડ નહીં થતા ક્ષત્રિયો પહોંચ્યા રાજકોટ CP ઓફિસ, પોલીસે જવાબ આપ્યો…
રાજકોટઃ રાજકોટમાં મુળ ધ્રાંગધ્રાના કોઢ ગામના ક્ષત્રિય યુવાન પર દેવાયત ખવડે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ દેવાયત પોતાના વ્યક્તિઓ સાથે નાસી…
ADVERTISEMENT
રાજકોટઃ રાજકોટમાં મુળ ધ્રાંગધ્રાના કોઢ ગામના ક્ષત્રિય યુવાન પર દેવાયત ખવડે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ દેવાયત પોતાના વ્યક્તિઓ સાથે નાસી છૂટ્યો હતો. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવા મુદ્દે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. રાજકોટમાં હુમલા બાદથી જ દેવાયત નાસતો ફરી રહ્યો છે. FIR ના ઢગલા થઇ જાય અને જામીન મરદ ન માંગે તેવી મોટી મોટી વાતો કરતો ખવડ દિવસોથી ફરાર છે. દરમિયાનમાં દેવાયતની ધરપકડ નહીં થવા મામલે નારાજ ક્ષત્રિય સમાજ પોલીસ કમિશનરની ઓફીસે પહોંચ્યો હતો.
પોલીસે ક્ષત્રિય સમાજને આપ્યો આવો જવાબ
લોક સાહિત્ય કાર દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામના યુવક ઉપર કરવામાં આવેલા હુમલામાં હજુ સુધી દેવાયત ખવડની ધરપકડ નહીં કરતા ક્ષત્રિય સમાજના આગેવાનો સીપી ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા. દેવાયત ખવડની હજુ સુધી કેમ ધરપકડ કરવામાં નથી આવી તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ખુલાસો આપતા કહ્યું કે પોલીસની બધી ટીમો કામે લાગી ગઈ છે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ સહિતની ટીમો આરોપીને પકડવા દોડી રહી છે તેમજ દેવાયત ખવડની બેઠક સહિતની જગ્યાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તેમજ સમગ્ર મામલે ગંભીરતાથી ન્યાયિક પૂર્ણ પગલા લેવામાં આવશે.
જો હવે દેવાયત ખવડની ધરપકડ નહીં થાય તો અમે કમિશનર કચેરીએ સત્યાગ્રહ પર ઉતરીશું: ક્ષત્રિય સમાજના આગેવાન#DevayatKhavad #DevayatKhavadCase pic.twitter.com/9MOtWpCtAg
— Gujarat Tak (@GujaratTak) December 15, 2022
દેવાયતની આગોતરા જમીનની સુનાવણી હવે 17મીએ
આ તરફ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અંગેના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ડાયરામાં મોટી મોટી વાતો કરનારા દેવાયત ખવડની આગોતરા જામીનની અરજી આજે ટળી ગઇ છે. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી આજે ટળી હતી. રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
(વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT
ADVERTISEMENT