RAJKOT ને મફત દારૂ મળ્યો? જાહેરમાં દારૂની લૂંટ જોઇને પોલીસ પણ…
રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુર્ણ થવાને ગણતરીના કલાકો વીતી ચુક્યાં છે. રાજકોટીયનો ચૂંટણી દરમિયાન કડક થયેલા પોલીસ તંત્રના કારણે તરસ્યા હતા. દારૂબંધીના કાયદાના લીરેલીરા…
ADVERTISEMENT
રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુર્ણ થવાને ગણતરીના કલાકો વીતી ચુક્યાં છે. રાજકોટીયનો ચૂંટણી દરમિયાન કડક થયેલા પોલીસ તંત્રના કારણે તરસ્યા હતા. દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા હોવાની ઘટના સામે આવી છે. શહેરના વીઆઇપી ગણાતા યાજ્ઞિક રોડ પર અજાણ્યા વ્યક્તિની દારૂ ભરેલી બેગ પડી હતી. સ્થાનિકોએ બેગ ચેક કરતા અંદર દારૂ હોવાનું સામે આવતા લોકોએ દારૂ લુંટવા માટે પડાપડી કરી હતી. દારૂની બોટલ માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી.
જો કે પોલીસ આવી રહી હોવાનો ખ્યાલ આવતા જ લોકો પોતપોતાની બોટલો લઇને રવાના થઇ ગયા હતા. જો કે કોઇએ આનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી છે. જો કે દારૂબંધી કેટલી કડક છે તે અંગે તો ગુજરાતનાં દરેકે દરેક નાગરિકને આ અંગે માહિતી છે.
જો કે આ કેસ સામે આવી જતા પોલીસને તપાસ કરવાની ફરજ પડી હતી. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી હતી. ગણતરીના કલાકોમાં સમગ્ર કેસ ઉકેલી નાખ્યો હતો. આ થેલો અહીં મુકનારો બીજો કોઇ નહી પરંતુ GSRTC બસનો ડ્રાઇવર છે. તે રાજસ્થાનથી દારૂની બોટલ લાવ્યો હતો. અહીં થેલો મુકી દીધો હતો. સંબંધિત વ્યક્તિ થેલો લેવા માટે આવે તે પહેલા જ લોકોને થેલો મળી જતા લૂંટ થઇ ગઇ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT