રાજકોટમાં ભાજપ અગ્રણીના પુત્રની પુરપાટ જતી કારને અટકાવી કેસ કરનારા PI રાણેની થઈ ગઈ બદલી
રાજકોટ: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખના બંગલાવાળા રોડ પર સોમવારે રાત્રે પુરપાટ ઝડપે જતી કારને અટકાવતા ભાજપ અગ્રણીના પુત્ર અને PI વચ્ચે રકઝક થઈ…
ADVERTISEMENT
રાજકોટ: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખના બંગલાવાળા રોડ પર સોમવારે રાત્રે પુરપાટ ઝડપે જતી કારને અટકાવતા ભાજપ અગ્રણીના પુત્ર અને PI વચ્ચે રકઝક થઈ હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો તથા જોખમી રીતે ડ્રાઈવિંગ કરવાનો ગુનો નોંધ્યો હતો. જોકે બીજી તરફ યુવકે હોસ્પિટલમાંથી પોલીસ સામે જ આરોપ કર્યો હતો કે પોલીસે તેને માર માર્યો અને PIએ તેમની ટીમને આદેશ કર્યો કે, કારમાં દારૂની બોટલ મૂકીને કેસ કરી નાખો.
PI રાણેની ક્યાં બદલી કરાઈ?
હવે આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI એસ.એસ રાણીની લિવ રિઝર્વમાં બદલી કરી નાખવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી. જેથી ગૃહમંત્રીએ પોલીસ કમિશનરને PI વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. હાલમાં SOG PI જે.ડી ઝાલાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
શું હતો મામલો?
નોંધનીય છે કે, લાખના બંગલાવાળા રોડ પર ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ રાત્રે ફરજ પર હતો. દરમિયાન પાશ્વ ઠાકર નામનો યુવક મિત્રો સાથે પુરપાટ ઝડપે ઈનોવા કાર લઈને જતો હતો. આથી PI રાણે સહિતના સ્ટાફે કારનો પીછો કરીને તેને ઉભી રખાવીને કારને ડિટેઈન કરવા કહ્યું હતું. જેથી પોલીસ સાથે પાશ્વ ઠાકરની માથાકૂટ થઈ હતી. જ બાદ તેની વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે જાહેર કર્યા હતા જેમાં યુવક પૂરપાટ કાર લઈને જતા દેખાય છે અને પોલીસ તેનો પીછો કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT