Rajkot: શ્રમિક અને કોન્ટ્રાક્ટરના મોતના ઘેરા પડઘા પડ્યા, હોસ્પિટલ અને મનપામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજકોટ: રાજ્યમાં ગેસ ગળતરની વધુ એક ઘટના સામે આવી છે. રાજ્યમાં ગેસ ગળતરે વધુ બે વ્યક્તિના ભોગ લીધા છે. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજના ગેસ ગળતરના…
ADVERTISEMENT
રાજકોટ: રાજ્યમાં ગેસ ગળતરની વધુ એક ઘટના સામે આવી છે. રાજ્યમાં ગેસ ગળતરે વધુ બે વ્યક્તિના ભોગ લીધા છે. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજના ગેસ ગળતરના કારણે કોન્ટ્રાક્ટર અને શ્રમિકના મોત નિપજ્યા હતા.શ્રમિકની લાશ હજુ સુધી તેમના પરિવારે સ્વીકારી નથી. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં જ ધરણા પર બેસી રામધૂન બોલાવી હતી. પરિવારની માગ છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં. કોર્પોરેશન કચેરીમાં મૃતદેહ મૂકી રામધૂન બોલાવવાની ચિમકી ઉચ્ચારી છે. જેથી સિવિલ હોસ્પિટલ અને મનપામાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગઈ કાલે સાંજના સમયે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના મેઈન રોડ ગોકુલધામ પાસે ભૂગર્ભ ગટરમાં ગેસ ગળતરના કારણે કોન્ટ્રાક્ટર સહિત બે લોકોના મોત નિપજ્યા હતા.આ બનાવની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી કોન્ટ્રાક્ટર અને મજૂરને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં અંગે મૃતકના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા ત્યાં સૌ પ્રથમ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો.બાદમાં કોન્ટ્રાકટરનો મૃતદેહ સ્વીકારી લીધા બાદ કર્મચારીના પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી સરકાર પાસે મૃતકના પરિવારે નોકરી અને મકાનની માંગણી કરી હતી તેમજ પરિવારે મૃતદેહને લઈ મહાનગર પાલિકાની કોર્પોરેશનમાં એકઠા થયા હતાં.સિવિલ હોસ્પિટલમાં તેમજ મનપામાં પણ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જાણો શું હતી ઘટના
ગોકુલધામ મેઈન રોડ પર ભૂગર્ભ ગટર ચોકઅપ થઇ ગયાની ફરિયાદ નોંધાતા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફર અને તેમના માણસો સાંજે સાડા પાંચેક વાગ્યે જેટિંગ મશીન સાથે સફાઈ કામ માટે ત્યાં દોડી ગયા હતા કોન્ટ્રાક્ટમાં સફાઇ કામદાર તરીકે કામ કરતો નાનામવા સર્કલ પાસે રહેતો મેહુલ મહિડા ગટરના મેનહોલ પાસે અન્ય બે શ્રમિકો સાથે કામ કરી રહ્યો હતો.
ત્યારે મેનહોલનું ઢાંકણ ખોલતાં જ ભૂગર્ભ ગટરમાંથી ગેસ ગળતર થતાં મેહુલ ગૂંગળાઇ ગયો હતો અને તે ભૂગર્ભ ગટરમાં બેભાન થઈ ગયો હતો. મેહુલ મેનહોલથી ગટરમાં પડતાં જોયા બાદ અન્ય શ્રમિકોમાં દોડધામ મચી ગઇ હતી.
ADVERTISEMENT
નજીકમાં જ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અફઝલભાઈને જાણ કરતા તે શ્રમિક મેહુલને બચાવવા દોરી લઈને દોડ્યા હતા. અને ગટરના મેનહોલથી તેમણે ગટરમાં ઝંપલાવી દીધું હતું.જોકે ભૂગર્ભ ગટરમાં ભારે પ્રમાણમાં ગેસ ગળતર થતું હોવાથી મેહુલ અને કોન્ટ્રાક્ટર અફઝલભાઈ ગટરમાં ગૂંગળાઇને તેમાં જ બેભાન થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ ફાયર બ્રિગેડના સ્ટાફે ગટરમાં ઝંપલાવી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંનેના મૃતદેહો બહાર કાઢતા બહોળી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને તે બન્નેના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સિવિલમાં ખસેડ્યા હતા.તે બંનેને જોઈ તપાસી તબીબે મૃત જાહેર કર્યા હતાં.
ADVERTISEMENT
મેહુલના બે મહિના બાદ હતા લગ્ન
સફાઇ કામદાર મેહુલ મહિડા તે વિધવા માતાનો આધારસ્તંભ હતો. મેહુલ છેલ્લા ચારેક વર્ષથી કોન્ટ્રાક્ટર અફઝલભાઇ સાથે કામ કરતો હતો.મેહુલ એક વર્ષથી તેની પ્રેમિકા સાથે રહેતો હતો અને બંનેના મે મહિનામાં તેમના લગ્ન નક્કી થઈ ગયા હતાં.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, Rajkot )
ADVERTISEMENT