Rajkot News: પ્રેમિકાને ફરવા લઈ જવા માટે ભત્રીજાએ કાકીને ઉતારી મોતને ઘાટ, લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યા પતિએ નહિ પરંતુ કૌટુંબિક ભત્રીજાએ કરી હોવાનું સામે આવ્યું હતું
ADVERTISEMENT
Rajkot Crime News: એવું કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે આ કહેવતને સત્ય તરફ લઈ જતો એક રાજકોટથી સામે આવ્યો છે. જેમાં એક યુવક તેની પ્રેમિકા માટે પોતાની કાકીના ઘરે ચોરી કરે છે અને પકડાય જતા કાકીને મોતને ઘાટ ઉતારી દે છે.
પ્રેમિકા માટે યુવકે હત્યા વિથ લૂંટ ચાલવી
તો વાત એમ છે કે રાજકોટમાં થોડા સમય પહેલા હત્યા વિથ લૂંટનો બનાવ સામે આવ્યો હતો જેનો ભેદ ઉકેલાયો છે. રાજકોટમાં 14 ફેબ્રુઆરીના રોજ મહિલાની હત્યા કરી લાશ તેના જ ઘરમાંથી મળી હતી. આ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કૌટુંબિક ભત્રીજાએ જ કાકીની હત્યા કરી હતી. પ્રેમિકાને રૂપિયાની જરૂર હોવાથી ભત્રીજાએ લૂંટ ચલાવી કાકીને મોતને ઘાટ ઉતારી હતી.
શું હતો સમગ્ર મામલો?
પોલીસે માહિતી આપી કે, જામનગર રોડ પર આવેલ શિવસાગર પાર્કમાં ગત બુધવારે હેમાલીબેન અલ્પેશભાઈ વરૂ (ઉ.વ.35)ની તેના જ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે, જે મહિલાની હત્યા થઈ છે તેના કૌટુંબિક ભત્રીજાએ આ કાવતરું ઘડ્યું હતું. પ્રેમિકાને ફરવા લઈ જવા લૂંટના ઈરાદે તે તેના કૌટુંબિક કાકીના મકાનમાં ઘૂસ્યો. તેના કાકી જાગી જતા તેને કતાર વડે હત્યા કરી અને રોકડ રકમ સહીત સોનાના દાગીના મળીને કુલ 60,000ની લૂંટ કરી હતી. આરોપી શખ્સ તેની પ્રેમિકાને લઈને વડોદરા સુધી પહોંચી ગયો હતો. જોકે પોલીસે તેને ત્યાંથી ઝડપી પડ્યો હાલ તે પોલીસના સકંજામાં છે.
ADVERTISEMENT
(બાઈલાઈન: રોનક મજેઠીયા, રાજકોટ)
ADVERTISEMENT