Rajkot: 'ઈસકે અંદર સે 45 કિલો સોના નિકલે ગા' કહી તાંત્રિકે પરિણીતાને બનાવી હવસનો શિકાર

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot Crime News
'ગુરુજી'નો કાંડ!
social share
google news

Rajkot Crime News: આજના વૈજ્ઞાનિક યુગમાં પણ અંધશ્રદ્ધા જીવી રહી છે. તાંત્રિક વિધિના નામે પાખંડ આચરનારાઓ લોકોની લાલચનો ફાયદો ઉઠાવી મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં દાટવામાં આવેલું 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા બનાવી આપવાની લાલચ આપી મહિલા સાથે તેના જ ઘરમાં દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુરુજી ઉર્ફે ભુષણ પ્રસાદ સૈની નામના વ્યક્તિની ધરપકડ વેરાવળ ખાતેથી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાંચો આ અંગે અમારો આ રિપોર્ટ કે કઈ રીતે ગુરુજીના નામે આ હવસખોર લોકોની શ્રદ્ધા અને તેમની લાલચનો ઉઠાવતો ફાયદો હતો...

રાજકોટની મહિલા બની તાંત્રિકનો ભોગ

આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. આ કહેવત સાચી ઠરી છે રાજકોટ શહેર ખાતે, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારને પોતાના ઘરમાં દાટેલું સોના, ઝવેરાત સહિતની કિંમતી વસ્તુ મેળવવાની લાલચ હતી. ત્યારે આ લાલચના બદલામાં પરિવારે એક લાખ 16 હજાર રૂપિયા જેટલી રકમ તો ગુમાવી પરંતુ સાથો સાથ પુત્રવધુનું શિયાળ પણ લુંટાયું હોવાનું સામે આવ્યું છે. 

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કરનારી 30 વર્ષીય પરણીતા દ્વારા આશરે 50 વર્ષની ઉંમર ધરાવનારા ગુરુજી નામના વ્યક્તિ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 376, 377, 354, 354 (A), 508, 406, 420 સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવતા ભક્તિનગર પોલીસ દ્વારા વેરાવળ ખાતેથી મૂળ રાજસ્થાનના જયપુરના વતની એવા ભૂષણ પ્રસાદ સૈની (56) નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આરોપી દ્વારા તાંત્રિક વિધિ કરી મકાનમાંથી સોનુ કાઢી દેવાનો વિશ્વાસ અપાવી પરણીતા પાસેથી 36000 રૂપિયા પડાવવામાં આવ્યા હતા. તેમજ પરણીતાની નણંદને 15 કરોડ રૂપિયા બનાવી દઈશ તેવું કહી તેની પાસેથી પ્રથમ 36,000 અને ત્યારબાદ 10,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ તાંત્રિક વિધિના નામે પરણીતા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

'ગુરુજી'ને બોલાવ્યા હતા ઘરે

પોલીસને આપેલી ફરિયાદમાં 30 વર્ષીય પરણીતાએ જણાવ્યું છે કે, બે મહિના પૂર્વે તેના સાસુએ પોતાના કોઈ કુટુંબીજન પાસેથી સાંભળ્યું હતું કે ગુરુજી નામની વ્યક્તિને જમીનમાં દાટેલા દાગીના હોય તો તેની ખબર પડી જાય છે. જેથી સમગ્ર મામલે પરણીતાએ પણ પોતાની સાસુના માધ્યમથી ગુરુજીને ઘરે આવવાનું જણાવ્યું હતું. ત્યારે 13 મે 2024ના રોજ રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ગુરુજી નામની વ્યક્તિ ઘરમાં પગલા પાડવા આવી હતી. ઘરમાં આવીને તેણે કહ્યું હતું કે, "इसके अंदर 45 किलो सोना निकलेगा ". ત્યારબાદ પરણીતા પાસેથી બે લીંબુ મંગાવી તે લીંબુ આખા શરીરે તેને અડાડી તેને ડસ્ટબિનમાં ફેકવા માટે જણાવ્યું હતું. તો સાથે જ પરણીતાની નણંદને હું તમને 15 કરોડ રૂપિયા બનાવી આપીશ તેમ કહી તેના માટે તમારે મને 70 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે તેમ કહી સ્કેનર બતાવ્યું હતું. જેથી  ત્યારબાદ પરણીતાની નણંદે ₹70,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. તેમજ બે દિવસ બાદ ફરીથી ગુરુજીના જણાવતા નણંદે ₹10,000 ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે કે પરણીતા દ્વારા ₹36,000 રોકડ આપવામાં આવી હતી. 

મકાનમાંથી સોનુ કાઢવાની આપી લાલચ

રાજકોટ એસપી રાજેશ બારીયાએ જણાવ્યું કે,  બે દિવસ બાદ ગુરુજી ફરી વખત પરણીતાના ઘરે આવ્યા હતા. તે સમયે પરણીતાના સાસુ, પતિ સહિતના વ્યક્તિઓ ઓસરીમાં બેઠા હતા. ત્યારે ગુરુજી પરણીતાને તેના રૂમમાં લઈ ગયા હતા અને આંખો બંધ કરીને નીચે બેસી જવા જણાવ્યું હતું. તેમજ બાબા આ રહે હૈ તેમ બોલી પરણીતાના છાતી પર હાથ ફેરવવા લાગ્યા હતા. જે બાદ અભિ શક્તિ નહીં મિલ રહી હે તેમ કહી ગુરુજી ત્યાંથી જતા રહ્યા હતા. તેમજ બે ત્રણ દિવસ પછી ગુરુજી પરત ઘરે આવ્યા હતા અને ત્યારબાદ મકાનમાંથી સોનુ કઢાવી દઈશ તે પ્રકારની લાલચ આપી પહેરેલા તમામ કપડા પરણીતાના કઢાવી નાખ્યા હતા. તેમજ આખા શરીરે હાથ પણ ફેરવ્યો હતો. આવું છ વખત કરવામાં આવ્યું હતું. 

ADVERTISEMENT

પરણીતા સાથે આચર્યું દુષ્કર્મ

તેઓએ જણાવ્યું કે, ગત 4 જૂન 2024ના રોજ ગુરુજી પરણીતાના ઘરે આવ્યા હતા. ત્યારબાદ પતિ પત્ની પાસે વિધિ પણ કરાવી હતી. ખાડો ખોદાવી તેમાં ચુંદડી, નાળિયેર, હળદર, અગરબત્તી સહિતના દ્વારા વિધિ પણ કરાવી હતી. તેમજ કહ્યું હતું કે આમાંથી સોનું ભરેલ હાંડો નીકળશે જે આવતીકાલે શુદ્ધ થઈ જશે ત્યારબાદ આપણે કાઢી લઈશું. બાદમાં ગુરુજી પરણીતાને તેના રૂમમાં લઈ ગયા હતા તેમ જ તેના પતિને બહાર જવાનું કહીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. ત્યારબાદ પરણીતા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. ત્યારબાદ પરિણીતાને ગુરુજીએ કહ્યું હતું કે હું આવતીકાલે સોનાનો ઘડો કાઢી આપીશ તેમ કહીને તેઓ જતા રહ્યા હતા. 

ADVERTISEMENT

ગુરુજી ઉર્ફે ભૂષણ પ્રસાદ સૈનીની ધરપકડ

ત્યારબાદ 5 જૂન 2024ના રોજ પરણીતાના પતિને ગુરુજીએ ફોન કરીને કહ્યું હતું કે તમે જે ખાડો ખોદેલ છે તે પૂરી દો જેથી તે ખાડો પૂરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુરુજીને ફોન કરતા તેઓનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેથી પરણીતા તેમજ તેના પરિવારજનોને લાગ્યું હતું કે મકાનમાંથી સોનુ કઢાવી દેવાની લાલચ આપીને ગુરુજીએ તેમની સાથે છેતરપિંડી કરી છે. તો સાથે જ તાંત્રિક વિધિના નામે શારીરિક સંબંધ પણ બાંધ્યા છે. બનાવના સ્થળે જરૂરી પંચનામાં સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુજી ઉર્ફે ભૂષણ પ્રસાદ સૈની દ્વારા જે લાલ કપડામાં નાળિયેર સહિતના જે પદાર્થો નાખીને વિધિ કરાવવામાં આવી હતી તે પણ કબજે કરવામાં આવ્યું છે. આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના ગુનાહિત કૃત્યમાં સામેલ છે. તેમજ તેને કેટલા લોકોને તાંત્રિક તેમજ ધાર્મિક વિધિ ના નામે આ પ્રકારે છેતરવામાં આવ્યા છે તે સહિતની વિગતો અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ 

    follow whatsapp

    ADVERTISEMENT