રાજકોટઃ આત્મીય યુનિ.માં 33 કરોડના કૌભાંડ મામલે સ્વામી અને ડાયરેક્ટર બંનેના જામીન કોર્ટે ફગાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા.રાજકોટઃ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક પવિત્ર જાણીએ સર્વોદય કેળવણી સમાજ નામના ટ્રસ્ટમાંથી ઉચાપત થઇ હોવાની ફરિયાદ કરી હતી. જેમાં 33.26 કરોડનું કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું. જે પછી આ ટ્રસ્ટના સેક્રેટરી આત્મીય યુનિવર્સીટીના ત્યાગ વલ્લભ સ્વામી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ગણિતશાસ્ત્ર ભવનના વડા તેમજ આઇક્યૂએસીના ડાયરેક્ટર સમીર વૈદ્ય દ્વારા આગોતરા જમીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં ગઈ કાલે સુનાવણી થઇ હતી અને આજે ચાર વાગ્યે કોર્ટે ચુકાદો આપતા બંનેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

સ્વામી હજુ પણ પોલીસ પક્કડથી દૂર
આત્મીય યુનિવર્સિટીમાં કૌભાંડના મામલાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ૩૩ કરોડના કૌભાંડ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાગવલ્લભ સ્વામી સહિત ૪ સામે ફરિયાદ નોધાઈ છે. કૌભાંડના મુખ્ય સૂત્રધાર ત્યાગ વલ્લભ સ્વામી હજુ પણ ધરપકડથી દૂર છે. ત્યાગ વલ્લભ સ્વામી અને સમીર વૈદ્યએ આગોતરા જામીન અરજી મૂકી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે.

RainFall alert: હિમાચલ-ઉતરાખંડમાં હજારો પ્રવાસી ફસાયા, 300 થી વધુ માર્ગ બંધ

કોણ છે ત્યાગ વલ્લભ સ્વામી અને ક્યારે લીધી હતી દીક્ષા?
ત્યાગ વલ્લભ સ્વામીનું મૂળ નામ વિનુ ગોરધનભાઈ પટેલ છે. તેઓ ભરૂચ પાસેના અવિધા ગામના વતની છે. તેમનો જન્મ ૨૩ ઓક્ટોબર ૧૯૫૨ના રોજ થયો હતો. ત્યાગ વલ્લભ સ્વામીએ ૧૯૭૪ સ્વામિનારાયણ પરંપરા પ્રમાણે હરિપ્રસાદ સ્વામી મહારાજ પાસે દીક્ષા લીધી હતી અને ત્યારબાદ તેઓ યોગી ડિવાઇન સોસાયટીમાં અલગ-અલગ આધ્યાત્મિક સામાજિક અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈ ગયા હતા.

ADVERTISEMENT

20 બેન્ક ખાતા દ્વારા છેતરપીંડીનો આરોપ
વર્ષ ૧૯૮૫-૮૬માં રાજકોટ ખાતે આવેલી શૈક્ષણિક પરિષદ હરિપ્રસાદ સ્વામી મહારાજને સમર્પિત થઈ, તેના વિકાસની જવાબદારી ત્યાગ વલ્લભ સ્વામીને સોંપવામાં આવી હતી. જે બાદ રાજકોટના કાલાવડ રોડ ખાતે કોલેજ શરૂ કરવામાં આવી હતી. જે યુનિવર્સિટીમાં પરિણમી હતી. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રી વગેરે સૌપ્રથમ શિક્ષા ત્યાગ વલ્લભ સ્વામીએ શરૂ કરાવી હતી. ગુજરાતમાં BCA અને BSCITની સર્વ પ્રથમ શરૂઆત ત્યાગ વલ્લભ સ્વામીના નેજા હેઠળ કરવામાં આવી હતી. ત્યાગ વલ્લભ સ્વામીને ચાર જેટલા ભાઈઓ છે, જેમાં બે કે ત્રણ તો અમેરિકામાં વસવાટ કરે છે, બે બહેનો છે. તેમના માતા-પિતા ખેતી કરતા જ્યારે ત્યાગ વલ્લભ સ્વામીએ વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલમાં બીએસસીનો અભ્યાસ પણ કર્યો હોવાનું જાણવા મળે છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ૩૩ કરોડના કૌભાંડમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામીની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હરિધામ સોખડાના ત્યાગ વલ્લભ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ બાદ તેમની આગોતરા જમીન અરજી પણ ના મંજુર થઇ છે, તેમના પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ અંગત હેતુ માટે કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામી પર ૩૨.૨૬ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હરિધામ સોખડા સાથે સંકળાયેલા ત્યાગ વલ્લભ સ્વામી પર ૨૦ બેંક ખાતા દ્વારા આ છેતરપિંડી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી સાથે સંબંધિત છે.

    follow whatsapp

    ADVERTISEMENT