Rajkotના ધોરાજીમાં ટ્રેનની અડફેટે 3 દીપડાના મોત, મચી ગયો ખળભળાટ
Rajkot News: ગુજરાતમાં જંગલ વિસ્તાર છોડીને દીપડાઓ હવે ગામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ શહેરના ભાગોડે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો…
ADVERTISEMENT
Rajkot News: ગુજરાતમાં જંગલ વિસ્તાર છોડીને દીપડાઓ હવે ગામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ શહેરના ભાગોડે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. હજુ આ દીપડો પકડાયો નથી. તેને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા છે. ત્યારે હવે રાજકોટના ધોરાજીમાં ટ્રેનની એડફેટે ત્રણ દીપડાના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ અંગની જાણ થતાં રેલવે પોલીસ ફોર્સ અને વન વિભાગની ટીમ દોડતી થઈ છે.
ટ્રેનની અડફેટે ત્રણ દીપડાના મોત
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક સાથે ત્રણ દીપડાના ટ્રેનની ટક્કરથી મોત નિપજ્યા છે. ગતમોડી રાતે આ ત્રણેય દીપડા પોરબંદર-ભાવનગર ટ્રેનની સાથે ટકરાયા હતા. જેમાં તેઓના મોત નિપજ્યાં હતા.
વન વિભાગની ટીમ પહોંચી ઘટનાસ્થળે
સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા વિભાગના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો આ અંગેની જાણ થતાં જ રેલવે પોલીસ (RPF)ની ટીમ પણ ટ્રેક નજીક દોડી આવી હતી. જે બાદ વન વિભાગની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
7 વર્ષના બાળકનો લીધો હતો જીવ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં ગઈકાલે આદમખોર દીપડાએ 7 વર્ષના માસુમ બાળકનો જીવ લીધો હતો. અમરેલી તાલુકાના તળાવ ગામ નજીક આવેલા રમણીકભાઈ દેવાણીના ખેતરમાં અચાનક દીપડો આવી ચડ્યો હતો અને ખેત મજૂર પરિવારના 7 વર્ષના બાળક અમિતને દબોચી લીધો હતો. જે બાદ દીપડો બાળકને લઈને ભાગ્યો હતો. જોકે, બાળકના પરિવારજનો બૂમાબૂમ કરવા લાગતા દીપડો બાળકને લોહિયાળ હાલતમાં જ છોડીને નાસી છૂટ્યો હતો.
બાળકનું મોત થતાં પરિવારમાં શોક
આ અંગેની જાણ થતાં આસપાસના ખેતરમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરે અમિતને મૃત જાહેર કર્યો હતો. રમણીકભાઈના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્ય પ્રદેશના પરિવારના બાળકનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT