RAJKOT: ટ્રેનની અડફેટે 11 બળદો આવી જતા ચકચાર, ગૌપ્રેમીઓમાં ઘટના બાદ રોષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : જિલ્લામાં આજે ધુળેટીનો દિવસ લોહિયાળ રહ્યો હતો. જ્યાં વહેલી સવારે શહેરમાં એક નેપાળી પરિવારમાં નવજાત બાળકીની હત્યા ઉપરાંત 6 બળદના રેલવે ક્રોસિંગ પર મોત નિપજ્યાં હતા. બપોરના સમયે રીબડા રેલવે સ્ટેશન પર રાજકોટ તરફ જતી ઇન્ટરસિટી ટ્રેનની અડફેટે એક સાથે 11 બળદને હડફેટે લીધા હતા. જેમાં 6 બળદના ઘટના સ્થળે જ કપાઇ જવાના કારણે મોત નિપજ્યાં હતા. જ્યારે 5 બળદ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ ગૌરક્ષકો શાપર રેલવે સ્ટેશનને પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત બળદોને પ્રાથમિક સારવાર આપીને વધારે સારવાર માટે પશુદવાખાને લઇ જવાયા હતા.

અકસ્માત બાદ ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના રીબડા રેલવે સ્ટેશન પર બપોરના સમયે રાજકોટ તરફ એક ઇન્ટરસિટી ટ્રેન આવી રહી હતી. ત્યારે બળદના માલિકે 11 જેટલા બળદોને લઈને રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. પૂરપાટ વેગે આવતી ટ્રેનની હડફેટે બળદો ચડ્યા હતા. રીબડા રેલવે સ્ટેશન પર જ ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેને પગલે એક બાદ એક કુલ 6 બળદ ટ્રેન નીચે આવી ગયા હતા. જેના પગલે તેમનો ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. હાલ તો ઘટનાને પગલે તમામ ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બળદનો માલિક ફરાર થઇ જતા પોલીસે કાર્યવાહી આરંભી
જો કે ઘટના બન્યા બાદ બળદનો માલિક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘાયલ બળદો ઘટના સ્થળે જ તડપતા રહ્યા હતા. ઘટના બન્યા બાદ સેંકડો લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થયું હતું. જ્યાંથી એક જાગૃત નાગરિક દ્વારા ગૌપ્રેમીઓને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. જેને પગલે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના તબીબો અને ગૌપ્રેમીઓ ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પહોંચી ગયા હતા. ગૌપ્રેમીઓ દ્વારા મૃત્યુ પામેલા બળદના મૃતદેહને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે ઘાયલ બળદોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એનિમલ શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા હતા. હાલ તો ઘટના બાદ પોલીસે માલિકને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT