રાજેન્દ્ર ત્રિવેદીનો વનવાસ ભાજપને ભારે પડશે? લોકોમાં ‘નાયક’ પર થયેલી કાર્યવાહી અંગે ભારે કચવાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં રાજનીતિમાં ત્યારે હડકંપ આવ્યો જ્યારે અચાનક રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી મહત્વના મંત્રાલયો છીનવી લેવામાં આવ્યા. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ મંત્રાલય છીનવી લેવામાં આવ્યું અને તે હર્ષ સંઘવીને સોંપી દેવામાં આવ્યું હતું. જ્યારે પૂર્ણેશ મોદી પાસે રહેલું માર્ગ અને મકાન મંત્રાલય છીનવીને જગદીશ વિશ્વકર્માને સોંપી દેવાયું હતું. પોતાની સ્વચ્છ છબીના કારણે ઓળખાતા રાજેન્દ્ર ત્રિવેદી પર આ એક્શન બુમરેંગ સાબિત થઇ શકે છે. ભ્રષ્ટ અધિકારીઓ પર દરોડા પાડીને જાહેરમાં તેમને તતડાવવા કે સસ્પેન્ડ કરવાની સ્ટાઇલથી લોકો ખુબ જ પ્રભાવીત હતી. આ સ્ટાઇલના કારણે મંત્રીની ન માત્ર સમગ્ર ગુજરાત સ્તરે ઓળખ બની હતી પરંતુ તેઓનો ચાહકવર્ગ પણ બન્યો હતો.

સ્વચ્છ છબી ધરાવતા નેતાના રાજીનામા મુદ્દે લોકોમાં આક્રોશ
જો કે અચાનક વિભાગો છીનવાયા બાદ સોશિયલ મીડિયામાં લોકો રાજેન્દ્ર ત્રિવેદીની પડખે ઉભા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ખુબ જ સારી કામગીરી હોવા છતા પણ તેમની પાસેથી વિભાગ કેમ છીનવી લેવાયો તે અંગે સરકારની મંશા પર જ સવાલો ઉઠાવાઇ રહ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીની તટસ્થ કામગીરી સરકાર અને અધિકારીઓને ખટકી રહી હતી માટે તેમની પાસેથી મલાઇદાર વિભાગ છીનવી લેવામાં આવ્યો તેવા સવાલો પણ લોકો સોશિયલ મીડિયા પર ઉઠાવી રહ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીનાં પક્ષમાં સ્વયંભુ એક ટ્રેન્ડ ઉભો થઇ રહ્યો છે. તેવામાં આ નિર્ણય ભાજપ માટે બુમરેંગ સાબિત થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

પૂર્ણેશ મોદીના રાજીનામાથી લોકો ખુશ પરંતુ ત્રિવેદી મુદ્દે કચવાટ
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્ણેશ મોદીનું રાજીનામા તરફી લોકોને સંતોષ છે. રોડ રસ્તાની બિસ્માર હાલત અને ત્યાર બાદ પૂર્ણેશ મોદીનાં આ તો ભગવાનની ભુલ છે તેવા નિવેદનનાં કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેવામાં તેમના રાજીનામાથી લોકો ખુશ છે જો કે રાજેન્દ્ર ત્રિવેદીના કિસ્સામાં લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ત્રિવેદી જે સમાજમાંથી આવે છે તે બ્રહ્મસમાજે પણ હવે ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કોઇ પણ પ્રકારની ભુલ વગર સર્વોત્તમ કામગીરી કરી રહેલા બ્રહ્મ નેતાનું રાજીનામું કેમ લેવામાં આવ્યું તે મુદ્દે બ્રહ્મસમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પક્ષમાં રહેલા બ્રહ્મસમાજના લોકોમાં પણ રાજીનામા બાદ ભારે કચવાટ જોવા મળી રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT