રાજેન્દ્ર ત્રિવેદી- પૂર્ણેશ મોદી તો માત્ર ટ્રેલર હતા, હજી બીજા 5 મંત્રીઓના રાજીનામા લઇ લેવાશે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : આજે ગુજરાતની રાજનીતિમાં અચાનક ત્યારે હડકંપ સર્જાયો જ્યારે ભાજપનાં દિગ્ગજ નેતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી તેમનો મહેસુલ વિભાગ છીનવી લેવાયો. જ્યારે પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ છીનવી લેવાયો હતો. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ મંત્રાલય છીનવીને હર્ષ સંઘવીને વધારાનો ચાર્જ સોંપાયો હતો. જ્યારે પૂર્ણેશ મોદી પાસેથી છીનવાયેલું માર્ગ અને મકાન વિભાગ જગદીશ પંચાલને સોંપવામાં આવ્યો હતો. નિર્ણય ભાજપનાં ઉચ્ચપદસ્થ નેતાઓ દ્વારા લેવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સુત્રો અનુસાર આ નિર્ણય સાથે વડાપ્રધાન મોદી પોતે અને અમિત શાહ સંકળાયેલા હતા. જો કે આ નિર્ણય લીક કઇ રીતે થઇ ગયો તે હાલ સરકાર માટે સૌથી મોટો પડકાર છે. આ લીકેજ શોધવા માટે સરકાર અને પક્ષનું તમામ યંત્રો કામે લગાવી દેવાયા છે.

જો કે આ અંગે બીજા સૌથી ચોંકાવનારા સમાચાર સુત્રોના હવાલાથી આવી રહ્યા છે કે, માત્ર ફિલ્મનું ટ્રેલર હતું પરંતુ હજી આખી ફિલ્મ બાકી છે. ભાજપના વિશ્વસ્થ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી બાદ હજી પણ 3 નેતાઓનાં નામ હિટ લીસ્ટમાં છે. વાણીવિલાસ કરતા, નિષ્ક્રિય અને ભ્રષ્ટાચારી નેતાઓની યાદી પર ગુજરાત ભાજપ કામ કરી રહ્યું છે. ટુંક જ સમયમાં આ નેતાઓને પણ રાજીનામા આપવા અથવા તો વિભાગો છીનવી લેવાની કામગીરી થઇ શકે છે.

ભાજપ સુત્રો અનુસાર આગામી ટુંક સમયમાં PM મોદી ગુજરાતનાં મહેમાન બનવાનાં છે. ત્યારે આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ચૂંટણી પહેલા હજી પણ અનેક મંત્રીઓનાં રાજીનામાં પડે તો નવાઇ નહી. ભાજપ હાલ આવા નેતાઓને હાંકી કાઢીને એક શાખ બનાવવા માંગે છે. આ ઉપરાંત અન્ય નેતાઓથી માંડીને કાર્યકર્તાઓમાં સંદેશ પહોંચાડવા માંગે છે કે, ભાજપ છે તો તમે છો. તમે છો તો ભાજપ નથી. ભાજપ એક મજબુત પકડ ધરાવતો પક્ષ છે. આ કોઇ વ્યક્તિની નહી પરંતુ પક્ષ અને પીએમ મોદીની સીધી જ પકડ છે. તેવામાં હજી કેટલી વિકેટો પડે છે તે તો આગામી સમય જ બતાવશે. હાલ તો આ હિટ લિસ્ટમાં 3-5 નામ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT