સાંસદ ગેનીબેન અને રવિન્દ્રસિંહ ભાટી એક મંચ પર, ભાજપની મુશ્કેલી વધારવા કોંગ્રેસનો માસ્ટરપ્લાન!

ADVERTISEMENT

Banaskantha News
Banaskantha News
social share
google news

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં આજે બે મોટા નેતા એક મંચ જોવા મળ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર અને શિવ વિધાનસભાના બેઠકના અપક્ષ ધારાસભ્ય અને યુવાનોના લોકપ્રિય નેતા રવિન્દ્રસિંહ ભાટીના બનાસકાંઠાના પ્રવાસથી ભાજપનું ટેન્શન વધ્યું છે. તેઓ આજે પાલનપુર, ડીસા, લાખણી, વાવ અને દિયોદર વિધાનસભા બેઠક ઉપર પ્રવાસ કર્યો હતો. તેમનો આ પ્રવાસ બીજી એક રીતે પણ ખાસ માનવમાં આવી રહ્યો છે. ગેનીબેનના સાંસદ બન્યા પછી વાવ વિધાનસભા ચર્ચામાં છે કારણ કે નજીકના સમયમાં ત્યાં પેટાચૂંટણી યોજવાની છે. એવામાં સાંસદ ગેનીબેન અને રવિન્દ્રસિંહ ભાટી એક મંચ પર દેખાતા તેની અસર ચોક્કસથી વાવ વિધાનસભા પર થશે તેવું માનવમાં આવી રહ્યું છે.

Ravindra Singh Bhati  નો બનાસકાંઠા પ્રવાસ

રવિન્દ્ર ભાટીનો બનાસકાંઠામાં ઝંઝાવાતો પ્રવાસ જોવા મળ્યો,  જ્યાં જ્યાં ગયા ત્યાં યુવાનોએ તેમને ઊંચકી તેમનું સ્વાગત કર્યું હતું.લાખણીમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે રાજકીય સફર દરમિયાન કરેલા સંઘર્ષનું વર્ણન કર્યું હતું. સાથે જ વાવ વિધાનસભામાં તેમણે સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાર બાદ લોકોને સંબોધન કરતા ભાટીએ જણાવ્યું હતું કે, ‘નેતાઓ તો આવશે ને જશે, પણ જનતા જનાર્દનથી મોટું કોઈ નથી. જનતાના આશીર્વાદ મળ્યા છે જેના થકી પ્રદેશની સેવા માટે હું તત્પર રહું છું.’ હવે આ પ્રવાસથી ભાજપનું ટેન્શન વધ્યું છે કારણ કે વાવ વિધાનસભામાં અત્યારથી કોંગ્રેસની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તેમાં પણ યુવાનોમાં લોકપ્રિય શિવ વિધાનસભાના બેઠકના અપક્ષ ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીનો પણ ગેનીબેનને સાથ મળતા કોંગ્રેસ મજબૂત સ્થિતીમાં હોય તેવું લાગી રહ્યું છે. 

Gulabsinh Rajputનો Vav માં વધ્યો દબદબો? 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT