રાજસ્થાન અકસ્માત: ભાવનગરના દિહોર ગામમાં એક સાથે 10 અર્થી નીકળી, આખું ગામ હીબકે ચઢ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajasthan Accident: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોરગામે બજરંગદાસબાપા મિત્ર મંડળ ગૃપ દ્વારા તાજેતરમાં દિહોરગામેથી ઉત્તરાખંડના હરિદ્વારની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું. જે સંદર્ભે દિહોરથી નિકળેલ આ યાત્રાળુઓની બસને રાજસ્થાનના ભરતપુર શહેરમાં વહેલી પરોઢીએ અકસ્માત નડતા 12 યાત્રાળુઓના મોત થયા હતા. અને 12 થી વધુ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી છે. આ મૃતકોની અંત્યેષ્ટી દિહોર ગામે કરવામાં આવી છે.

એમ્બ્યુલન્સથી મૃતદેહો વતન લવાયા

આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે અને ભરતપૂરથી છ શબ વાહિનીઓમાં તમામ મૃતકોના મૃતદેહો સાથે અન્ય યાત્રીઓને બીજી બસમાં દિહોર રવાના કરવામાં આવ્યા હતા. બીજી તરફ આ અત્યંત દુખદ ઘટનાને પગલે તળાજા પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. ભાવનગર જિલ્લામાં વસતા પાલીવાળ સમાજના લોકો મૃતકોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એક સાથે અગિયાર અર્થીઓ એક જ ગામમાંથી ઉઠતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. આ અંતિમયાત્રામાં શહેર-જિલ્લાના રાજકીય હોદ્દેદારો જ્ઞાતિના અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કરૂણાંતિકાને લઈને ભારે ગમગીની છવાઈ જવા પામી છે.

ADVERTISEMENT

11 લોકોના મોતને પગલે દિહોરમાં છવાયો શોક

તમામ મૃતકોની બોડીને અંતિમવિધિ માટે ભાવનગર જિલ્લામાં લાવવામાં આવી રહી છે. જેમાં દિહોર ખાતે 11 મૃતકોને લાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે દિહોર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સમસ્ત ગ્રામજનો બંધ પાળી તેમજ હિન્દુ, મુસ્લિમ તમામ સમાજના લોકો એકસાથે અંતિમવિધિમાં જોડાવા એકસ્થળે એકત્રિત થયા છે. યુવાનો, મહિલાઓ, પુરુષો તમામ લોકો શોકમાં ગરકાવ છે. જ્યારે દિહોરમાં બ્રાન્ચ શાળા ખાતે તમામ 11 લોકોના મૃતદેહ લાવવામાં આવશે. જ્યાં સામૂહિક શ્રધ્ધાંજલિ પાઠવ્યા બાદ તમામને પોતાના ઘરે લઇ જઇ અંતિમ વિધિ કરવામાં આવશે.

ADVERTISEMENT

હાઈવે પર ઊભેલી બસને ટ્રકે ટક્કર મારી હતી

ભાવનગર જિલ્લામાં શ્રાવણમાસ ગોઝારો નિવડ્યો છે. આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે. સૌપ્રથમ ગંગોત્રીથી હરિદ્વાર આવી રહેલા ભાવનગરના યાત્રાળુઓની બસને અકસ્માત નડતા સાત યાત્રીઓએ પ્રાણ ગુમાવ્યા હતા. આ ઘટનાના ઠીક 22મા દિવસે તળાજા તાલુકાના દિહોરગામેથી હરિદ્વાર નીકળેલા 57 યાત્રીકો સાથેની બસ રાજસ્થાનના ભરતપુર શહેરથી મથુરા તરફ જઈ રહી હતી. તે વેળાએ નેશનલ હાઈવે નં-21 પર બસમાં ટેકનિકલ ફોલ્ટ આવતા બસ રોડ સાઈડમાં ઉભી રખી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમ્યાન પાછળથી આવી રહેલ ટેન્કર ચાલકે બસને પાછળથી ટક્કર મારતા રોડ સાઈડમાં ઉભેલા તથા બસમાં સવાર કુલ 12 યાત્રીકો જેમાં સાત મહિલા અને પાંચ પુરૂષોના પ્રાણ ગયા હતા.

ADVERTISEMENT

(નીતિન ગોહિલ, ભાવનગર)

 

    follow whatsapp

    ADVERTISEMENT