રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદ: રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં વરસાદ પડી શકે છે,. મહત્વનું છે કે ગઈકાલે પણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરીવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાનની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ સાથે હવે આગાહી મુજબ તારીખ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે.
અહી વરસી શકે છે વરસાદ
રાજ્યમાં 22 ઓગસ્ટથી ફરી ચોમાસું સક્રિય થશે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે.
22 ઓગસ્ટથી વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની ફરી આગાહી કરવામાં આવી છે. આગમી 2 દિવસમાં એટલે કે 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. ગઈકાલે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી કરાયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. આ વર્ષે વરસાદથી રાજ્યના મોટાભાગના ડેમોમાં નવાનીરની આવક થઈ છે અને ડેમો ભરાવા લાગ્યા છે.
ADVERTISEMENT
રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકા જળ સંગ્રહ
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં તા. ૧૭ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં ૭૬.૬૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યમાં ૪૯ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહીત ૬૩ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૩૬ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા અને ૩૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT