બિપોરજોયના જોખમ વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ, જાણો શું છે સ્થિતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડા પહેલા ગુજરાતના દરિયા કાંઠે ભારે અસર જોવા મળી છે. બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાવાઝોડાને પગલે 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં વાવાઝોડાની અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસયો હતો. હવામાન વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડમાં 24 કલાકમાં 8.5 ઈચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 8.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના મેંદરડામાં 7.5 ઈચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ માળીયા હાટીનામાં 7 ઈચથી વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢના કેશોદમાં 6.5 ઈચથી વધુ વરસાદ પડ્યો છે.

આજે રાજ્યના 21 તાલુકામાં વરસાદ
આજે સવારે 6 થી 8 ની વચ્ચે રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ત્રણ ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, જમજોધપુર, મેંદરડા અને વંઠલીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યના 9 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

બે બાળકોના મોત
ભારે પવનના કારણે દરિયા કિનારો જ નહીં પરંતુ કાંઠાના જિલ્લાઓમાં પણ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો આવતા રહ્યા. ભારે પવનના કારણે લોકોના જીવને નુકશાન થવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે ભુજમાં દીવાલ ધરાસાઈ થતા 2 બાળકોના મોત થયા છે.

જાણો કેટલું દૂર છે વાવાઝોડુ
દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT