રાજ્યમાં વરસાદી તારાજી સર્જાઈ, 8 લોકોના થયા મૃત્યુ
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્યમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે બીજી તરફ રાજ્યના પંચાયત…
ADVERTISEMENT

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્યમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે બીજી તરફ રાજ્યના પંચાયત વિભાગના 106 જેટલા રસ્તા પણ બંધ થયા છે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 14 લોકોને ઈજાઓ થઈ છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદી માહોલ છવાયો છે. આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદના પગલે 106 રસ્તાઓ બંધ છે જેમાં પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે. ત્યારે બીજી તરફ વરસાદથી 8 લોકોના મૃત્યુ થયા છે . વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યના 106 રસ્તા બંધ
રાજ્યમાં ભારે વરસાદના પગલે 106 રસ્તાઓ બંધ છે જેમાં પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ,બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 – 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.
ADVERTISEMENT
રાજ્યના 7 જળાશયો હાઇએલર્ટ પર
વરસાદને લઈ જળાશયોમાં પણ પાણીની સારી આવક થવા લાગી છે. રાજ્યના 207 જળાશયોમાં 40.44% જળ સંગ્રહ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 21.83% જળ સંગ્રહ છે. સરદાર સરોવર ડેમમાં 52. 49% જળ સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.88% જળ સંગ્રહ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.49% જળ સંગ્રહ છે. વરસાદને પગલે 7 જળાશયોમાં હાઇ એલર્ટ પર છે. સરદાર સરોવર ડેમમાં 37,841 ક્યુસેક પાણીની આવક થઈ છે. ફોફલ 1 ડેમમા 25555 ક્યુસેક પાણીની આવક થઈ છે. ભાદર 2 ડેમમા 20158 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઓઝત વિયર મા 19564 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમમા 11685 ક્યુસેક પાણીની આવક થઈ છે. દમણગંગા મા 4089 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે રાજ્યના 99 જળાશયોમાં હજુ 25% કરતા ઓછુ પાણી છે.
ADVERTISEMENT