સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં હજુ 19 માર્ચ સુધી માવઠાની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા એકબાજુ ખેડૂતો ચિંતામાં છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી થોડા દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાત, અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 16 માર્ચ 19મી માર્ચ સુધી માવઠાની આગાહી છે. આ દરમિયાન 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ક્યારે ક્યાં વરસાદની આગાહી?

  • 16 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલી
  • 17 માર્ચ- અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલી
  • 18 અને 19 માર્ચ- દાહોદ , ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે.

કેમ પડી રહ્યો છે ઉનાળામાં વરસાદ?
અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ગુજરાત નજીક સર્ક્યુલેટ થઈ રહ્યો હોવાથી ગરમીના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધા રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન મુજબ હજુ એપ્રિલમાં પણ 2થી 8 તારીખ સુધી તેની અસર રહેશે અને વાતાવરણમાં પલટો આવી શકે છે.

ADVERTISEMENT

અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, ગુજરાત જ નહીં 16થી 19 માર્ચ દરમિયાન મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ સાથે કરા પડી શકે છે. 17થી 19 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલયન વિસ્તાર સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ વરસાદ વરસી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT