Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં મેઘમહેર, જામનગરમાં વીજળી પડતા 3નાં મોત
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 03:50 PM • 10 Jul 2024પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલ સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજી પડશે. આજે અને આવતીકાલે ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે.
- 10:18 AM • 10 Jul 2024માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે નદી નાળા છલોછલ થયા છે. માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે નિચાણવાળા ગામો ભલગામ, કોડવાવ, રેવદ્રા, અક્લેરા, સામેગામાં ચેતવણી આપવામાં આવી છે.
- 10:16 AM • 10 Jul 2024જામનગરમાં વીજળી પડતા 3 મોત
જામનગર જિલ્લામાં 3 અલગ-અલગ સ્થળોએ વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે.
- 10:15 AM • 10 Jul 2024છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5.11 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 4.80 ઈંચ, જૂનાગઢના વંથલીમાં 4.4, માણાવદરમાં 4, માળિયા-હાટીનામાં 4 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT