Gujarat Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat Rain: કેરળમાં ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં પ્રિ-મોન્સુનની શરૂઆત થઈ ગઈ છે.  આજ રોજ રાજકોટ, અમરેલી, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.  રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. દડવી, કાના વડાળા, ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ચરેલ ગામે અંદાજિત 1.5  ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી થયું છે.  સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ 

અમરેલીના ધારી પંથક ખાતે આજે બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. ધારી શહેરમાં વરસાદી ઝાપટુ પડતા શહેરના માર્ગો ભિના થયા હતા. ધારી શહેર સાથે ખીચા ગામમાં પણ મેધરાજાની સવારી જોવા મળી હતી.છોટાઉદેપુરના આજે સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. 

વીજળીના કડાકા...ભારે પવન... ગુજરાતમાં 7 દિવસ પડશે વરસાદ! આ વિસ્તારોને ઘમરોળશે

હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ગુજરાતમાં હવે સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે. આ સાથે જ કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. 

ADVERTISEMENT

7 દિવસ અલગ-અલગ વિસ્તારોમાં પડશે વરસાદ

તેમણે જણાવ્યું કે,  ગુજરાતમાં 15 જૂનથી સત્તાવાર રીતે વરસાદ શરૂ થશે, આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડશે. જે મુજબ 7 જૂનના રોજ એટલે કે આજે ગુજરાતના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના છે. તો 8 જૂને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT