કચ્છમાં સતત ત્રીજા દિવસે માવઠું, કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો, મોરબીમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું
કચ્છ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યા છે. ત્યારે કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો.…
ADVERTISEMENT
કચ્છ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યા છે. ત્યારે કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જિલ્લાના રતનાલમાં કરા સાથે માવઠું થયું હતું. જ્યારે માધાપર, કોટડા, નાડાપા ધાણેટી સહિતના વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તો ભુજના ડગાળામાં ભારે પવનના કારણે પતરાં ઉડ્યા હતા. જેના કારણે પતરા બે બાઈક અને કાર પર પડતા વાહનોને નુકસાન થયું હતું.
મોરબીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
બીજી તરફ મોરબીમાં પણ વાતાવરણમા અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ ઝાપટું પડ્યું હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, સો ઓરડી જેવા અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે ઝાપટું પડ્યું હતું.
બનાસકાંઠામાં પણ કરા પડ્યા
તો બનાસકાંઠામાં પણ આજે વાતાવરણ પલટાયું હતું. સવારથી ગાજવીજ સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો ધાનેરાના બોર્ડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બાપલા, કુંડી, વાછોલ તથા માંડલમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા, રાજેશ આંબલીયા)
ADVERTISEMENT