અંબાજી, રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ, રસ્તાઓ નદી બન્યા
અમદાવાદ: હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં બપોર બાદથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. માર્ચની શરૂઆતથી જ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં માવઠાની શરૂઆત થઈ…
ADVERTISEMENT
અમદાવાદ: હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં બપોર બાદથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. માર્ચની શરૂઆતથી જ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં માવઠાની શરૂઆત થઈ હતી. જે હજુ પણ ચાલુ રહેતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. એવામાં આજે જૂનાગઢ, અમરેલી, જામનગર, અંબાજી તથા રાજકોટમાં ફરીથી મેઘરાજા વરસ્યા હતા.
જામનગરમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતા
જામનગરના પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. અચાનક કમોસમી વરસાદને લઇને પંથકના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. વરસાદના કારણે ખેડૂતોનું ઉનાળુ પાકને નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે. તલ, મગ, ઉનાળુ મગફળી સહિતના પાકને નુકસાની જવાની ભીતી છે. અનેક જગ્યાએ ખેતરોમાં પડેલા ઘઉં પણ ખરાબ થઈ જવાની સંભાવના છે.
અમરેલીમાં પખવાડિયાથી વરસાદ
અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં બપોર બાદ ફરી કમોસમી વરસાદ શરૂ થયો હતો. ખાંભા ગીરના વાંગધ્રા, નિંગાળા,ચકરાવા, ધુધવાનાં ગામે વરસાદ થયો હતો. ગીરના ગામડાઓમાં અવિરત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. પખવાડિયાથી ગીરના ગામડાઓને કમોસમી વરસાદે બાનમાં લીધું છે. જેના કારણે કેરી, ઉનાળુ બાજરી, તલ સહિત પાક નુકશાનથી ખેડૂતો લાચાર બન્યા છે.
ADVERTISEMENT
જૂનાગઢમાં રોડ જાણે નદીઓ બન્યા તેવા દ્રશ્યો સર્જાયા
જૂનાગઢમાં પણ બપોર બાદ અચાનકથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. માવઠાના કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી શકે છે. કેરીના વાડીમાં પાકી ગયેલી કેરીનું બજાર શરૂ થવાનું છે એવામાં વરસાદના કારણે ખેડૂતોને રડવાના દિવસો આવ્યા છે.
અંબાજી-રાજકોટમાં પણ વરસાદ
આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે પહેલા જ નોરતે માવઠાના કારણે અંબાજીમાં ચાચર ચોકમાં પાણી ભરાઈ ગયું હતું. નવરાત્રી હોવાના કારણે મોટી સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા હતા. જોકે વરસાદ શરૂ થતા ભક્તો પલળતા પલળતા લાઈનમાં ઊભા રહ્યા હતા. ત્યારે રાજકોટમાં પણ અનેક જગ્યાએ બપોર બાદથી વરસાદ શરૂ થયો હતો.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી, દર્શન ઠક્કર, હિરેન રવૈયા, શક્તિસિંહ રાજપૂત, નિલેશ શિશાંગિયા)
ADVERTISEMENT
ADVERTISEMENT