અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 8મી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે અમરેલી-જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બીજી તરફ અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ સવારે ધોધમાર વરસાદ પડતા કેટલાક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની આ સીઝનમાં સારા વરસાદને પગલે રાજ્યના 207 જળાશયોમાં હાલ 68.03 ટકા પાણીનો જળસંગ્રહ થયો છે.

રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ
ગુરુવારે સવારથી જ અમરેલી-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ જામ્યો હતો. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના કાગવદર, લોઠપુરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. મુરજાતી મોલાતો પર કાચા સોના રૂપી વરસાદ આવતા ખેડૂતોમાં હાશકારો થયો હતો. બીજી તરફ અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ગઈ હતી. જ્યારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1માં પણ વરસાદથી પાણી ભરાયા હતા. જ્યારે ખેડા જિલ્લામાં કપડવંજમાં પણ બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે વડોદરા, હિંમતનગર તથા ઈડરમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 4 ઓગસ્ટ સુધીમાં 68.03 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,66,024 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,40,958 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 61.08 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

ADVERTISEMENT

33 જળાશયોમાં ઓવરફ્લો
રાજ્યમાં 33 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 48 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 35 જળાશયો (સરદાર સરોવર સહિત) માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 52 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

20 જળાશયોને હાઇએલર્ટ પર મૂકાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 33 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 20 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 10 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT