ગોંડલમાં ધોધમાર વરસાદથી માર્કેટયાર્ડમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો, યાર્ડમાં પહેલા ઘઉં પાણીમાં તણાયા
રાજકોટ: હવામાન વિભાગની આગાહીને પગલે ગોંડલમાં આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે માર્કેટયાર્ડમાં પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કમોસમી વરસાદને…
ADVERTISEMENT
રાજકોટ: હવામાન વિભાગની આગાહીને પગલે ગોંડલમાં આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે માર્કેટયાર્ડમાં પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કમોસમી વરસાદને પગલે માર્કેટ યાર્ડમાં પડેલા ઘઉં, ચણા, લસણ, ડુંગળી, મરચા સહિતના પાકો પાણીમાં પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આખા વર્ષની મહેનત બાદ પાક જ્યારે વેચવા માટે માર્કેટ યાર્ડ પહોંચ્યો ત્યારે જ વરસાદના કારણે પલળી જતા મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
માર્કેટયાર્ડમાં પડેલી જણસ પલળી ગઈ
રાજકોટમાં મંગળવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને પગલે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસને મોટું નુકસાન થયું હતું. યાર્ડમાં ખુલ્લામાં પડેલા ઘઉં, ડુંગળી, ધાણા પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
ADVERTISEMENT
ખેતરોમાં પણ ઘઉં, ચણા સહિતના પાકને નુકસાન
બીજી તરફ ગોંડલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના પગલે ઘઉં, ચણા, ધાણા, લસણ, મરચા અને ડુંગળી સહિતના પાકોને નુકસાન થયું હતું. એવામાં ખેડૂતોને આશા છે કે સરકાર આ અંગે તેમને સમયસર વળતર આપશે. કારણે તાજેતરમાં જ વરસાદ પડ્યો હતો અને ખેતરમાં ઊભા પાકને મોટું નુકસાન થયું હતું જે બાદ સરકારે સર્વે કર્યો હતો. ત્યાં ફરી વરસાદ વરસતા ખેડૂતો માથે આફત આવી પડી છે.
રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી
રાજ્યમાં માર્ચ બાદ હવે એપ્રિલ મહિનામાં પણ માવઠું ગુજરાતનો પીછો છોડી રહ્યું નથી. સામાન્ય રીતે મે-એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો વધતો હોય છે જેની સામે આ વર્ષે એપ્રિલમાં પણ માવઠું થઈ રહ્યું છે. કાળજાળ ગરમી પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ફરી એક રાજ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT