આકાશી આફતથી જગતનો તાત બેહાલ, ખેડામાં વરસાદથી ઊભા પાકમાં પાણી ફરી વળ્યા
હેતાલી શાહ/ખેડા: હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. વરસાદને પગલે લોકોને ભારે બફારામાંથી ઠંડકની રાહત પણ મળી. પરંતુ…
ADVERTISEMENT
હેતાલી શાહ/ખેડા: હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. વરસાદને પગલે લોકોને ભારે બફારામાંથી ઠંડકની રાહત પણ મળી. પરંતુ વરસાદને કારણે જગતનો તાત હવે પરેશાન થઈ ગયો છે. કારણ કે આ વરસાદ અણધાર્યો છે, જેને લઈને ખેડૂતોએ જે પાક તૈયાર કર્યો છે, તે પાકને નુકસાન થઈ રહ્યું છે.
ખેડામાં વરસાદથી ઊભા પાકમાં પાણી ફરી વળ્યા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે તે જ પ્રમાણે ખેડા જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ખેડા જિલ્લાના ખેડૂતોને અણધારીયા વરસાદ વરસવાના કારણે હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ મહા મહેનતે ઉભો કરેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઠાસરા તાલુકામાં આવેલા કાલસર, ધુણાદરા, રખિયાલ, નેશ જેવા ગામડાઓના ખેડૂતોના પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
ADVERTISEMENT
હજારો વીઘા વાવેતરમાં નુકસાન
આ વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાંગરનો પાક વાવી સપના જોયા હતા, એ સપના વરસાદી આફતના કારણે વરસાદી પાણીમાં વહી ગયા છે. હજારો વીઘા જમીનમાં વાવેલો ડાંગર, કપાસ, દિવેલા જેવા પાકને નુકસાન થતાં ખેડૂતો હવે સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે.
દિવાળીના તહેવારમાં જ બેઠી માઠી દશા
મહત્વનુ છે કે, થોડાક જ દિવસોમાં દિવાળીનો તહેવાર શરૂ થવાનો છે એવામાં ખેડૂતો માટે આ દિવાળીનો તહેવાર હોળીના તહેવાર જેવો સાબિત થઈ ગયો છે. જેને લઈને ખેડૂતોની દિવાળી સુધરે તે માટે તે વિસ્તારના ખેડૂતો ભેગા થઈ હવે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. ત્યારે જવું રહ્યું કે સરકાર આ ખેડૂતોને નુકસાનનુ વળતર આપે છે કે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT