ગુજરાતમાં આજે ક્યાં કેવું રહ્યું માવઠું, જુઓ Videos ગીરનારથી લઈ અરવલ્લી સુધીનો વરસાદી માહોલ
અમદાવાદઃ ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે તે જોતા ચોમાસું પણ ઓછું લાગે તેવો માવઠાનો વરસાદ પડી રહ્યો છે. અહીં અમે કેટલાક…
ADVERTISEMENT

અમદાવાદઃ ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે તે જોતા ચોમાસું પણ ઓછું લાગે તેવો માવઠાનો વરસાદ પડી રહ્યો છે. અહીં અમે કેટલાક વીડિયો દર્શાવ્યા છે જેમાં ગુજરાતમાં વરસાદની કેવી બેટિંગ રહી તે જોઈ શકાય છે. ગીરનારની સીડીઓ પરથી ધસમસતું પાણી જોવા મળ્યું છે તો ક્યાંક અરવલ્લીમાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે. ખેડૂતોની હાલત પણ આ કારણે ઘણી ચિંતાજનક બની છે.
સાબરમતીમાં બાળક રમતા રમતા પડ્યું- બચાવવા કુદી માતા, પછી પિતાએ પણ લગાવી છલાંગ- Video
ગુજરાતમાં ક્યાં કેવો રહ્યો આજે વરસાદ જુઓ
પોરબંદર જિલ્લાના બરડા પંથકમા સતત પડી રહેલા કોમસમી વરસાદને કારણ ઉનાળુ પાકને નુકસાન થયું છે. ખાસ કરીને મગ અને તલના પાકને વધુ નુકસાન થયું છે. કાપણી કરેલો મોટભાગનો મગનો પાક બગડી ગયો છે. જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. બરડા અને કુતિયાણા પંથકમા કમોસમી વરસાદ પડી રહ્યો છે. જિલ્લામા ઉનાળુ પાકનું ૧૪ હજાર હેકટરમા વાવેતર થયું છે. તેમાં બરડા પંથકમા 7 હજાર હેકટરમાં મગનું વાવેતર થયું છે. બરડા પંથકના રામવાવ, કુણવદર, ખાંભોદર, ભોમીયાવદર, નટવર અને બખરલા સહિતના ગામોમાં એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેને કારણે મગના પાકને ભારે નુકસાન થયું છે. તો તલના પાકમાં ફૂલ ખરી જતા નુકસાન થયું છે.
આ તરફ સાસણ ગીર નેશનલ પાર્કમાં જોરદાર વરસાદ પડ્યો હતો. રસ્તો જાણે નદી બની ગયો હોય તેમ વરસાદી પાણી વહેવા લાગ્યું હતું. સામાન્યતઃ જુન મહિનામાં વરસાદ શરૂ થાય છે પરંતુ આ વખતે મેમાં જ ધમાકેદાર વરસાદ શરૂ થઈ ગયો છે જેના કારણે જંગલ સફારી કરવી મુશ્કેલ બની છે. એક બાજુ કાચા રસ્તા અને માટીને કારણે રસ્તા બગડી શકે છે. બીજી બાજુ પ્રવાસીઓને ગીરની ગ્રીનરી જોવા અને મોનસૂનમાં પ્રકૃતિનો એહેસાસ કરવાની તક પમ મળી ગઈ છે. કારણ કે સામાન્યતઃ મોનસૂનમાં ગીર ફોરેસ્ટમાં વેકેશન હોય છે અને જંગલમાં જવા માટેની પરવાનગી હોતી નથી.
ADVERTISEMENT
આ તરફ નર્મદા ખાતે છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અહીંના છોટા ઉદેપુર, ધંધોડા, દેવહાંટ, ચિલરવાંટ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી બાજુ જામનગરમાં ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. સત્તાપર, વરવાળા, ભડાનેસ સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેતરો પણ પાણી પાણી થઈ જતા જગતનો તાત ચિંતામાં છે.
આ બાજુ ગીરનારના પર્વત પર જોરદાર વરસાદ વરસ્યો છે. ગરમીના મોસમમાં પહાડ પરથી વરસાદી પાણી ઝરણાંની માફક પાણી સીડીઓ પરથી વહેવા લાગ્યું હતું. જુનાગઢમાં સતત થઈ રહેલા વરસાદથી પહાડો પર રમણીય દ્રષ્યો જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદથી પહાડો પર સીડીઓ પરથી પાણીનું તેજ વહેણ આવતું હોવાના કારણે યાત્રિકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા દ્રષ્યો સામાન્યતઃ ચોમાસામાં જોવા મળતા જ હોય છે પરંતુ આ વખતે માવઠામાં પણ આવા દ્રષ્યો જોઈને લોકો અચરજ પામ્યા છે.
ADVERTISEMENT
અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. અહીં કમોસમી વરસાદમાં મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સતત ત્રીજા દિવસથી મથાસૂલિયા, સાકરિયા, ઝાલોદર સહિતના પંથકમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે અહીં પણ ખેડૂતોની દશા બેઠી હોય તેવો ઘાટ ઘડાયો છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ/ જિતેશ ચૌહાણ, પોરબંદર/ દર્શન ઠક્કર, જામનગર/ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા/ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT