ધોમધકતા તડકામાં તપ્યા હવે 4 દિવસ માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોમધકતી ગરમીનો આપે અનુભવ તો કર્યો પરંતુ હવે ગરમીના માહોલ વચ્ચે ખેડૂતોને ચિંતામાં મુકી દેનારી આગાહી સામે આવી છે. હવામાન…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોમધકતી ગરમીનો આપે અનુભવ તો કર્યો પરંતુ હવે ગરમીના માહોલ વચ્ચે ખેડૂતોને ચિંતામાં મુકી દેનારી આગાહી સામે આવી છે. હવામાન ખાતા દ્વારા આવનારા 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ડાંગ, નર્મદામાં માવઠું પડે તેમ છે.
કયા વિસ્તારમાં આવી શકે છે વરસાદ-વાવાઝોડું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 26મીએ ડાંગ, તાપી, દાહોદ અને નર્મદાના વિસ્તારોમાં વીજળી સાથે સામાન્ય વરસાદ પડે તેમ છે. એટલું જ નહીં આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં તમામ જિલ્લાઓમાં શુષ્ક તાપમાન રહે તેવી શક્યતાઓ છે. તે પછી 27મીએ દાહોદ, તાપી અને નર્મદામાં જ છૂટોછવાયો વરસાદ, વાવાઝોડું, વીજળીના કડાકા થાય તેવી સંભાવનાઓ છે. ભારે પવનને કારણે કેટલાક સંવેદનશીલ માળખાઓને નુકસાન પહોંચી શકે તેમ છે. ખાસ કરીને ઝૂંપડા, દીવાલો, હોર્ડિંગ્સ વગેરે. આ કારણે જ વાવાઝોડા દરમિયાન અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ અપાય છે.
આજે દિલ્હી MCD મેયરની ચૂંટણીમાં તંગદીલીના અણસારઃ માર્શલ રહેશે તૈનાત
28મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વીજળી સાથે વાવાઝોડું ફૂંકાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. ખાસ કરીને, રાજકોટ, અમરેલી, કચ્છ, દાહોદ, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં વાવાઝોડું આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ આગાહી પ્રમાણે ગતરોજ 25મીએ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT