GUJARAT માં નવરાત્રીના બીજા દિવસે પણ મેઘરાજાની પધરામણી, ખેલૈયાઓમાં ચિંતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં સતત બીજા દિવસે પણ વરસાદ નોંધાયો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પડ્યો છે ત્યારે ખેલૈયાઓ ફરી બીજા દિવસે પણ નિરાશ થયા છે. મણિનગર, એલિસબ્રિજ, ગીતામંદિર, જમાલપુર, ખાડિયા, મણીનગર, લાલદરવાજા, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. માત્ર અમદાવાદ નહી પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બીજા નોરતામાં પણ વરસાદનું વિઘ્ન જોવા મળી રહ્યું છે. વરસાદૈ ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. સતત બીજા દિવસે વરસાદી માહોલના કારણે ખેલૈયાઓને પરસેવો અત્યારથી જ વળી ગયો છે. કારણ કે જો 2 વર્ષે પણ તેઓ ગરબા નહી રમી શકે તો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થશે. રાપરના ભીમાસરમાં પણ વરસાદ નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે, પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

જામનગરના કાલાવડ પંથકમાં વરસાદ પડ્યો છે. નવરાત્રીએ વરસાદે ખૈલાયાઓની ચિંતા વધારી દીધી છે. કાલાવડ શહેરમાં બપોરના સમયે જ વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી. જ્યારે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વરસાદના કારણે ગરબા કરતા ખેડૂતોને પાકની ચિંતા વધારે છે. પાછોતરા વરસાદના કારણે કપાસ, મગફળી જેવા પાકને નુકસાન થઇ રહ્યું છે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરના લીંબડી સહિત ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ પડ્યો છે. લીંબડીના અંકેવાળીયા, સમલા અને ઉમેદપુરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. ભાણવારી, ખોખરી, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. કલ્યાણપુર, રાણ, લીંબડી, સોનારડી, ખાખરડા, દાત્રાણા, જુવાનપુર, સિદ્ધપુર સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT