ગુજરાતમાં વાતાવરણ પલટાયુંઃ પવન ફૂંકાયો, પાટણ-બનાસકાંઠામાં કમોસમી વરસાદ- Video

ADVERTISEMENT

Rain in Gujarat, unseasonal rain, video, Patan, Banaskantha
Rain in Gujarat, unseasonal rain, video, Patan, Banaskantha
social share
google news

ગાંધીનગર/બનાસકાંઠાઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી વરસાદ શરૂ થયો છે અને ખેડૂતના મનમાં ફાળ પડી છે. ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સમી સાંજ પછી વરસાદ પડ્યો છે. જ્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સાંજ પછી વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાયો હતો.

Gujarat ના આ વિભાગોના 51 સરકારી બાબુઓ પર અપ્રમાણસરની મિલકતની તપાસ શરૂ કરી ACBએ

ડીસામાં બે કલાકમાં 9મીમી વરસાદ
ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હાલમાં જ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ભારે પવન પણ ફૂંકાયો છે. ગુજરાતના દરિયા કાંઠાના લોકોને અને ખાસ કરીને સાગ ખેડૂઓને પણ હવામાન વિભાગ દ્વારા હાલમાં સાગર ખેડવા ન જવાની સલાહ અપાઈ હતી. દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ વર્ણવી હતી. આજે ગુજરાતના પાટણમાં છેલ્લા બે જ કલાકમાં 9મીમી વરસાદ ખાબક્યો હતો. અનેક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમ પવન ફૂંકાયો હતો.

ડિસામાં માવઠાની અસર દેખાઈ
ડીસામાં આજે માવઠાની અસર દેખાઈ હતી અને સમી સાંજે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી આજુબાજુના ખેતરોમાં ભારે પવનથી બાજરીના પાકનો થોથ વળી ગયો હતો અને ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. બાજરીનો પાક હવે લણવાની તૈયારી હતી એટલે કે કહી શકાય કે મોઢામાં જ્યારે કોળિયો આવ્યો હતો તેવા જ સમયે વરસાદ ખાબકતા બાજરીના પાકની વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની માંગ પણ છે કે આ બાબતે ખેતીવાડી વિભાગ સર્વે કરે અને નુકસાન જે પણ થયું છે તે તમામ ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવે. કેમકે સતત માવઠાની અસર તળે આ વર્ષે ગુજરાત અને બનાસકાંઠાનો ખેડૂત પીડિત બન્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT