ખંભાળિયામાં ખાબક્યો 12 ઈંચ વરસાદઃ વિસાવદરમાં 7 ઈંચ
અમદાવાદઃ જૂનાગઢના વિસાવદરમાં જાણે કે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વિસાવદરમાં બે જ કલાકના સમયમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી…
ADVERTISEMENT
અમદાવાદઃ જૂનાગઢના વિસાવદરમાં જાણે કે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વિસાવદરમાં બે જ કલાકના સમયમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી બાજુ ખંભાળિયામાં 12 ઈંચ વરસાદ પડતા લોકોનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે. હાલની સ્થિતિએ નદીઓ અને નાળા જાણે કે બે કાંઠે વહેવા લાગ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અમરેલીમાં તણાઈ ગયો યુવક
અમરેલીના વડીયાના ખાન ખીજડીયાની નદીમાં એક યુવક તણાઈ ગયો હતો. સુરવો નદીના પાણીના પ્રવાહમાં આ યુવાન ખેંચાયો હતો. સુરવો ડેમનો દરવાજો ખોલતા નદીઓ વહેતી થઈ હતી. યુવક બાઈક સાથે પાણીમાં તણાયાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. સામેથી આવતી ફોર વ્હીલમાંથી વીડિયો કેમેરામાં કેદ થયો છે. પાણીા પ્રવાહમાં યુવકને બચાવવા માટે દોરડું ના હોવાથી યુવક પાણીમાં સતત ખેંચાતો રહ્યો હતો.
અમરેલીના 10 જળાશયો છલકાઈ ગયા છે. ઠેબી ડેમના પણ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. શેલદેદુમલ ડેમનો પણ 1 દરવાજો ખોલાયો છે. રાયડી ડેમનો 1 દરવાજો ખોલાયો છે, ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલાયા છે. માંગરોળમાં ભારે વરસાદ વચ્ચે ખેતરમાં રસ્તા પરથી લપસી જતા બે પિતરાઈભાઈનું મોત થયું છે.
ADVERTISEMENT
દ્વારકામાં પડેલા અનરાધાર વરસાદથી લોકોને કરાયા રેસ્ક્યુ
ગઈકાલે પડેલા અનરાધાર વરસાદથી દ્વારકા અને આજુબાજુના ગામોમાં જનજીવન પ્રભાવિત થયું હતું.આજે વહેલી સવારથી બપોર સુધીમાં સામાન્ય વરસાદ પડ્યો પરંતુ બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો, તેથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી માં ફસાયા લોકોને બહાર કાઢવા દ્વારકા પોલીસ અને દ્વારકા ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.આજે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરકલા રોડ પર આવેલ ક્ષેત્રપાલ મંદિર ખાતે બે વ્યક્તિ ફસાઈ ગયેલ હોય તેવી જાણ થતા જેથી તુરંત જ ફાયર બ્રિગેડ ની ટીમ સાથે રેસ્ક્યુબોટ દ્વારા ક્ષેત્રપાલ મંદિર ખાતેથી બંને વ્યક્તિઓને દ્વારકા પોલીસ સ્ટેશન ટીમ તથા ફાયર બ્રિગેડ ટીમ સાથે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા.
શેત્રુંજી ડેમ તેની છલક સપાટી થી માત્ર 1 ઇંચ દૂર
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તેની છલક સપાટી થી માત્ર 1 ઇંચ દૂર છે.હાલ ડેમ સપાટી ૩૩.૧૧ ફૂટ પર પહોંચી. એટલે કે ડેમ 99%ભરાય ગયો છે. હાલ ૮૧૧૭ ક્યુસેક પાણીની આવક શરૂ છે જેથી ડેમ ગમે તે ઘડીએ ઓવરફ્લો થઈ શકે તેમ હોય ડેમ હેઠળ આવતા તળાજા અને પાલીતાણાના 18 ગામોને હાઈ એલર્ટ કરાયા છે.ભાવનગર જિલ્લામાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ૯૯ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ નીચે જણાવેલ મુજબના ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થતાં ડેમ તેની છલક સપાટી કુદાવી શકે તેમ હોય જેથી પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર હેઠવાસમાં તથા શેત્રુંજી નદી કાંઠે આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર- જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર, ભાર્ગવી જોશી, જૂનાગઢ, રજનીકાંત જોશી, દ્વારકા)
ADVERTISEMENT
ADVERTISEMENT