Gujarat Rain: વરસાદની તારાજી વચ્ચે મુખ્યમંત્રીની બેઠક, અધિકારીઓને આપી સૂચનાઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મોડી રાત્રે મુલાકાત લીધી હતી. ખાસ કરીને જામનગર, જૂનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે તેની વિગતવાર માહિતી તેમણે મેળવી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. ભુપેન્દ્ર પટેલે આ દરમિયાન અધિકારીઓને વિવિધ તબક્કે સૂચનાઓ આપી હતી.

Gujarat Rain: વરસાદના તાંડવ વચ્ચે લોકોનો માનવીય અભિગમ, જુઓ આ અલગ અલગ Videos

શું થઈ બેઠકમાં ચર્ચા
મુખ્યમંત્રીએ નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતી કાલે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં જિલ્લા તંત્ર વાહકોને સતર્ક રહેવા સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતર ની જરૂરિયાત વગેરે ની પણ માહિતી લીધી હતી.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાતચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીકનો ડેમ ઓવરફલો થવાની સ્થિતિમાં માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર કે જનજીવનને અસર ના પડે તે માટે પણ મુખ્યમંત્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એન ડી આર એફની ટીમો એમ કુલ ૪ ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસ ડી આર એફની બે ટીમ જૂનાગઢ અને જામનગરમાં મોકલી દેવાઈ છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાતમાં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે તેની વિગતો બેઠકમાં આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT