વરસાદના વિરામ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્જાયા કુદરતી દ્રશ્યો
રજનીકાંત જોશી.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે અનેક ડેમ અને ચેક ડેમમાં પાણીની આવક થઈ છે ત્યારે ભાણવડ પંથકમાં મોસમનો કુલ 14 ઇંચ જેટલો…
ADVERTISEMENT
રજનીકાંત જોશી.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે અનેક ડેમ અને ચેક ડેમમાં પાણીની આવક થઈ છે ત્યારે ભાણવડ પંથકમાં મોસમનો કુલ 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. દરમિયાનમાં કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને પ્રકૃતિ પ્રેમીઓના મન ખીલી ઉઠશે તે નક્કી છે. કારણ કે આ દ્રશ્ય જોઈ કોઈને પણ લાગે કે કોઈ વિદેશની ધરતીનું દ્રશ્ય છે પરંતુ એવું નથી આ ગુજરાત અને તેમાં પણ દ્વારકા જ છે જ્યા પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે.
અંબાજીઃ દાંતામાં ધામણી નદીમાં તણાયેલા પિતા-પુત્રની મળી લાશ, નાના બાળકોએ ગુમાવી છત્રછાયા
લોકોમાં ખુશીનો માહોલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભાણવડ શહેર સહિત બરડા ડુંગર અને નેસ વિસ્તારમાં મુશળધાર વરસાદ થયો છે. તેના કારણે જ બરડા ડુંગરમાં કપુરડી નેશમાં આવેલો રાજાશાહી સતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. બરડા ડુંગર અને નેશ વિસ્તાર સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતસાગર ડેમ ભાણવડ શહેર સહિત આસપાસના પાંચ જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. જેના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની પાણીની સમસ્યાઓ દૂર થશે જેથી લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ મૌસમનો કુલ 18 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયા પંથકમાં 700 મિમી એટલે કે 28 ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે અનેક ડેમોમાં પાણી ની ખૂબ સારી આવક થતા લોકો અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન વરસાદ થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT