પ્રારંભીક સારો વરસ્યા પછી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ મહિસાગરમાં આપ્યું આવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતા ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી હતી, પરંતુ પ્રારંભિક સારા વરસાદ બાદ ઓગષ્ટ મહિનામાં વરસાદ નહીં પડતા ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે વરસાદ નહીં થતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે તળાવમાંથી સિંચાઇ મારફતે પાણી મળી રહે તે માટે કડાણા ડેમમાંથી ઉદ્દવહન તેમજ પાઇપલાઇનથી તળાવો ભરવા માટે ખેડૂતો માગ કરી રહ્યા છે. આ મામલે ખેડૂતોએ નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદન આપ્યું હતું.

ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

ભારતીય કિસાન સંઘના કાર્યકારી પ્રમુખ ભુલાભાઈ પટેલ, મહામંત્રી અંબાલાલ પટેલ અને અન્ય હોદેદારોએ આજરોજ નાયબ કાર્યપાલક ઇજનેર આર જે ડામોરને આવેદનપત્ર આપ્યું છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તળાવ નહિ ભરવામાં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. મહિસાગર જિલ્લા ભારતીય કિસાન સંઘે મહિસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડા તાલુકાના ખેડૂતોની રજુઆતના આધારે નીચે મુજબ માંગ કરી છે.

ગુજરાતમાં ડ્રગ્સની બેફામ બોલબાલાઃ ગીતામંદિર બસ સ્ટેન્ડથી 2 કરોડનું MD ડ્રગ પકડાયું

(૧) શમણાં- સવગઢ પાઇપ લાઈન પર આવતા તળાવોમાં પાણીનો જથ્થો 10 % થી 20 % જ છે જે ભરવા જરૂરી છે
(૨) શિયાલ-ખરસોલી પાઇપ લાઈનથી તળાવો ભરવામાં આવે
(૩) શિયાલ-શમણાં ઉદ્દવહન કેનાલ પર આવતા તળાવો ભરવા
(૪) વડા તળાવ-મોરલનાકા પાઇપ લાઈનથી તળાવો ભરવા

ADVERTISEMENT

ભારતીય કિસાન સંઘે મહિસાગર માંગ છે કે, હાલમાં વરસાદ પડતો ન હોવાથી ઉપરોક્ત ચાર યોજનાના તળાવો ખાલી છે. તો યુદ્ધના ધોરણે ઉપરોક્ત યોજનાના તળાવો ભરવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે ઉપરોક્ત કામગીરી ધ્યાનમાં નહીં રાખવામાં આવે અને તળાવ નહીં ભરવામાં આવેતો ગાંધી ચિધ્યા માર્ગે ખેડૂતોના હિત માટે આંદોલન પણ કરીશું.

    follow whatsapp

    ADVERTISEMENT