41 ડિગ્રી તાપમાન પહોંચ્યા બાદ ભાવનગરમાં એકાએક વરસાદ- Videos
ભાવનગરઃ ભાવનગરમાં આજે શુક્રવારે અચાનક વરસાદ વરસ્યો હતો. શહેરમાં એકાએક વાદળો બંધાયા પછી ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું…
ADVERTISEMENT
ભાવનગરઃ ભાવનગરમાં આજે શુક્રવારે અચાનક વરસાદ વરસ્યો હતો. શહેરમાં એકાએક વાદળો બંધાયા પછી ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું ત્યારે અચાનક વરસાદ વરસતા ઠંડકનો અહેસાસ થયો હતો.
અકળાવનારી ગરમી વચ્ચે વરસાદ
અકળાવનારી ગરમીના માહોલ વચ્ચે આગાહી પ્રમાણે આજે ભાવનગરમાં વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં અચાનક વરસાદી માહોલ ઊભો થતા ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. શહેરમાં મોડી સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું.
અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટી ગયું હતું. ગરમીના માહોલ વચ્ચે અચાનક વરસાદ વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસ્યો હતો. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાવનગર શહેરના રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરના સ્ટેશન રોડ, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. વરસાદનું પાણી ભરાઈ જતા ઘણા વાહનો પણ પાણીમાં અટવાઈ ગયા હતા.
ADVERTISEMENT
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT