ભાવનગરના મહુવામાં પડ્યા કરાઃ જુઓ Video વરસાદની સટાસટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ભાવનગર જિલ્લાનાં મહુવા પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. મહુવા પંથકમાં કેટલાક વિસ્તારોમાં તો બરફના કરા પડ્યા હતા. હવામાનની આગાહીને પગલે હવે ગુજરાતમાં કમોસમી વરસાદની પણ એન્ટ્રપી થઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચાલુ મહિનામાં થયેલા વરસાાદે ખેડૂતોનું ઘણું બધું બગાડી નાખ્યું છે ત્યાં વધારે એક માવઠું ખેડૂતો કેમ સહન કરી શકશે તે તેમના માટે ચિંતાનો વિષય છે.

ભાવનગરમાં હવામાન ખાતાની આગાહી પગલે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સટાસટી સાથે કરા પડ્યા છે. વરસાદ સાથે કરા પડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી તેમજ બફારા સાથે વરસાદી વાતાવરણ થવા પામતા વરસાદી વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. બરફના કરા પડતા ગામ લોકોને આશ્ચર્ય થયું હતું કે, જવલ્લે જ આવી ઘટના અહીં થતી હોય છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ગુજરાતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. કારણ કે ખેતરમાં ઊભો પાક ઘઉં-ડુંગળી તેમજ કેરીના પાકને ભારે નુકસાની થવાની વિધિ છે. કુદરતની આફત સામે ખેડૂત બન્યો લાચાર.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT